Home Gujarat Ameri Congress President Pratap Dudhats Big Prediction About Gujarat Aap Leaders

રાજુ કરપડા જેવા હાલ ઇસુદાન ગઢવીના થશે! : "ગોપાલભાઈ ઇટાલિયા પણ ઝાડુ મારી ભાજપમાં જોડાશે..." અમેરલી કોંગ્રેસ પ્રમુખની મોટી ભવિષ્યવાણી

રાજુ કરપડા જેવા હાલ ઇસુદાન ગઢવીના થશે!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 12:26 PM IST

બોટાદ કડદા કાંડથી ચર્ચામાં આવેલા રાજુ કરપડાએ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) થી રાજીનામું આપીને પાર્ટીને અલવિદા કહ્યું છે. ત્યારે હવે રાજુ કરપડા અંગે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમેરલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મોટું નિવેદન આપ્યું છે.

અમેરલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દુધાતે આમ આદમી પાર્ટીમાં નેતાઓ અંગે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, "હું ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું, કે જે રાજુભાઇ કરપડાના હાલ થયા છે, વિસાવદરના ઇલેક્શન વખતે રાજુભાઇ મજા આવે તેવા નિવેદન કરતાં હતા. પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતાં ઇસુદાનભાઈના પણ આ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઇસુદાનભાઈનો લેવવાનો છે."

ગોપાલ ઇટાલિયા અંગે પણ ભવિષ્યવાણી કરતાં પ્રતાપ દુધાત બોલ્યા, "ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે."

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમેરલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આમ આદમી પાર્ટીના નેતાઓ અંગે ભવિષ્યવાણીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now