Home Gujarat Amc Transfer Of 6 Municipal Commissioners

AMCના 6 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલી : આરોગ્ય વિભાગમાં કામગીરી વહેચાઈ, ત્રણ પરત મુકાયા

AMCના 6 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલી
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 07:27 AM IST

મ્યુનિસિપલ કમિશનર દ્વારા AMC માં ફરજ બજાવનારા 6 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં છે. જેમાંથી ત્રણ અધિકારીઓને જે ઝોન અને સબ ઝોનમાં ફરજ બજાવતા હતા ત્યાં પરત મૂકવામાં આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીઓને અલગ અલગ વિભાગની કામગીરી વહેંચવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા જે અધિકારીઓને કર્મચારીઓ AMCના એક જ વિભાગ કે ઝોનમાં 1000 દિવસથી ફરજ બજાવતા હોય તેની બદલી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ લાવવામાં આવ્યો હતો, આ ઠરાવને લઈને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય વિભાગના અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now