Home Gujarat Amc To Purchase 10 New Varun Pumps Before Monsoon

પાણી પહેલાં પાળ : ચોમાસા પહેલાં AMC ખરીદશે 10 નવા વરૂણ પંપ

પાણી પહેલાં પાળ
Published by: OBS Bureau
Last Updated: May 17, 2025, 07:11 AM IST

ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાઈ જાય છે. આવા સમયે પાણીના નિકાલ માટે વરુણ પંપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધી રહેલા પાણીના ભરાવાને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા વધુ 10 વરુણ પંપ ખરીદવાના નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં AMC પાસે 25 વરુણ પંપ ઉપલબ્ધ છે, જ્યારે નવા પંપ ઉમેરાતા તેમની સંખ્યા 35 સુધી પહોંચી જશે. આ માટે અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

દરવર્ષે મોટે ભાગે વરસાદી પાને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી કરે છે. આવા સમયે AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં આ પંપ મુકીને પાણી નિકાલની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now