હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાને લઈ મોટી આગાહી કરી છે. વરસાદ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગામી 23 થી 25 મે સુધીમાં વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે ભાર વરસાદ પડશે.અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનના કારણે તારીખ 25-26 પછી વાવાઝોડાની સંભાવના રહેલી છે. 26 કે 27 તારીખ સુધી વાવાઝોડામાં ટ્રેક નક્કી થશે. આજથી હવામાનમાં પલટો આવશે. આ વર્ષે 27મેએ કેરળ કાંઠે ચોમાસુ પહોંચશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અરબાસાગરમાં લૉ પ્રેસર સર્જાતા મુંબઈ ગોવાના ભાગોમાં ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના રહેલી છે. ડીપ ડિપ્રેશનના કારણે તારીખે 27 મે થી 29-30 મે સુધી સુધી ચક્રવાત બનવાની સંભાવના રહેલી છે. આ ચક્રવાતના કારણે મહારાષ્ટ્ર અને મુંબઈમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખબકવાની સંભાવના રહેલી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે આંધી વંટોળ સાથે 24 થી 28 સુધીમાં ભારે વરસાદ પડશે.





