Home Gujarat Ambalal Patel Weather Forecast For Navratri 2025

આકાશી આફત અંગે અંબાલાલની આગાહી! : જાણો કયા કયા જિલ્લામાં વરસાદ બગાડશે બાજી

આકાશી આફત અંગે અંબાલાલની આગાહી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Sep 04, 2025, 10:09 AM IST

Gujarat Weather Update: ગુજરાતમાં છુટાછવાયા વરસાદ બાદ હવે ખેલૈયાઓ માટે માઠા સમાચાર. મેઘરાજા નવરાત્રીનો માહોલ બગાડવા તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી કહેર વરસી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવી છે. સાથે સાથે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણો કયા કયા જિલ્લામાં વરસાદ બગાડશે બાજી.

ગાંધીનગર સહિત ઘણા ભાગોમાં 6થી 8 ઈંચ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે. વલસાડ, સુરત, ખંભાત, આણંદમાં હળવા વરસાદની સંભાવના રહેશે. જો બીજી બાજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો જુનાગઢ અને ભાવનગર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now