Home Gujarat Ambalal Patel Predicts Heavy Rain

અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી : આ 4 તારીખો નોંધી લેજો, તરબોળ થશે આ વિસ્તાર...!

અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 12:56 PM IST

અંબાલાલ પટેલે ફરી એકવાર ધમધોકાર વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ''આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને તારીખ 21, 22, 23 અને 24 જુલાઈ દરમિયાન રાજ્યના દક્ષિણ, મધ્ય, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે''


આ વિસ્તોરોમાં મેઘો થશે મુશળધાર

અંબાલાલ પટેલે કહ્યું કે, ''આ વરસાદ પાછળનું મુખ્ય કારણ બંગાળના ઉપસાગરમાં સર્જાતી એક નવી હવામાની સિસ્ટમ છે, જે દક્ષિણ ચીનમાંથી પસાર થઈને મધ્ય પ્રદેશ તરફ આગળ વધવાની શક્યતા છે. આ સિસ્ટમના અસરકારક પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાત જેમ કે, સુરત, નવસારી, વલસાડ તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આનંદ, ખેડા જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી તેમજ ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.


નદીઓ થશે બે કાંઠે?

વરસાદના કારણે નદીઓના જળસ્તર પર પણ સીધી અસર જોવા મળી શકે છે. ખાસ કરીને નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થઈ શકે છે. ઉપરાંત, સાબરમતી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધશે અને શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ સિવાય અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઓગસ્ટ માસમાં પણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ખાસ કરીને 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચે બીજી એક હવામાની સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સર્જાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now