Home Gujarat Ambalal Patel Political And Disaster Predictions

અંબાલાલ પટેલેની 'ઉથલ પાથલની બ્લાસ્ટ' ભરી આગાહી! : ''આગ, અકસ્માત, ધડાકા થશે, નવા રાજકીય સમીકરણો રચાશે, આંતકવાદીઓ....''

અંબાલાલ પટેલેની 'ઉથલ પાથલની બ્લાસ્ટ' ભરી આગાહી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 10:38 AM IST

આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે સૌ કોઈને ચૌંકાવી દે તેવી આગાહી કરી છે. અંબાલાલની તાજેતરની ગ્રહયોગની આગાહી ચિંતાજનક છે. તેઓએ જણાવ્યું કે, ''13મી જુલાઈથી શનિ વક્રી બની રહ્યો છે અને ગુરુ અતિકારી સ્થિતિમાં છે, જે કારણે વિશ્વમાં હાહાકાર મચી શકે તેવા અનેક અણધાર્યા બનાવો બનવાની શક્યતા છે''. તેઓએ વિશેષ રીતે જણાવ્યું કે, ''9 ઓગસ્ટે સૂર્ય અને ગુરુનો શુભયોગ સર્જાઈ રહ્યો છે, જેના કારણે ભારત માટે મહત્વપૂર્ણ સમય રહેશે. રાજકીય નેતાઓ દ્વારા સારા અને નક્કર નિર્ણયો લેવામાં આવી શકે છે.
''2027થી 2032 સુધીનો સમય ભારે''
અંબાલાલ પટેલે મંગળ અને શનિના એકસાથે બનેલા યોગને તેઓએ સંહારક યોગ ગણાવ્યો છે, જેનાથી આગ, અકસ્માત, ધડાકા જેવી ઘટનાઓ વધે તેવી શક્યતા જણાઈ રહી છે. તેઓએ આગાહી કરી છે કે વર્ષ 2027થી 2032 દરમિયાન વિશ્વભરમાં બોમ્બ ધડાકા, આગ અને ભયાનક અકસ્માતોની ઘટનાઓ બની શકે છે.
''નવા રાજકીય સમીકરણો રચાશે''
તારીખ 8 અને 9 ઓગસ્ટ તેમજ આખો સપ્ટેમ્બર મહિનો ખુબજ આકરો અને ચિંતાજનક હોવાનું જણાવ્યું છે. ખાસ કરીને 13મી જુલાઈ પછીનો સમય દેશ અને દુનિયા માટે વ્યાકુળતા લાવનારો સાબિત થઈ શકે છે. વિશ્વમાં અણધાર્યા અને અશાંત બનાવો બની શકે છે. તેમ છતાં તેમણે આશા વ્યક્ત કરી છે કે ભારતના નેતાઓ નવા રાજકીય સમીકરણો લાવી શકે છે અને આંતકવાદ સામે નીતિગત પ્રયત્નો કરશે. જોકે, તેમણે સાબિત કર્યું કે આંતરિક રીતે ઊભા થનારા બળો સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે.
''આંતકવાદીઓ પણ વધુ સક્રિય બનશ''
અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપી છે કે બલુચિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના દરિયાઈ ભાગોથી સાવચેત રહેવાની જરૂર છે. ભારતના કર્ણાટક અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ અનિચ્છનીય ઘટનાઓ માટે ચિંતાજનક પરિસ્થિતિ બની શકે છે. ચીન તરફથી પણ પ્રવૃત્તિ વધી શકે છે, જેને લઇને સરકારને ચાંપતી નજર રાખવી પડશે. તેમણે આગાહી કરી છે કે 13મી જુલાઈ પછી રેલવે દુર્ઘટનાઓ, હવાઈ દુર્ઘટનાઓ અને આગના બનાવોમાં વધારો થવાની શક્યતા છે. આંતકવાદીઓ પણ વધુ સક્રિય બની શકે છે, તેથી સામાન્ય જનતાને પણ સતર્ક અને સાવચેત રહેવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now