Home Gujarat Ahmedabad Ambalal Patel Forecast April 2026 Gujarat Heatwave Update Rain Forecast Pre Monsoon Activity India

અંબાલાલ પટેલની ડરામણી આગાહી : 'ગરમી ભૂક્કા કાઢી નાખશે', જાણો કઈ તારીખોમાં પારો 42 ડિગ્રીને પાર જશે અને ક્યારે મળશે રાહત

Ambalal Patel Forecast April 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 11, 2026, 11:08 AM IST

Ambalal Patels scary prediction: ગુજરાતમાં માવઠાના માર અને વાદળછાયા વાતાવરણ બાદ હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે, જે મુજબ 12 થી 20 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકોએ તૈયાર રહેવું પડશે કારણ કે પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાનમાં આવી રહેલા આ મોટા ફેરફારને કારણે વગર કામે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના મતે માત્ર ગુજરાત જ નહીં, પણ પડોશી રાજ્યોમાં પણ તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી જઈ શકે છે. આ ગરમીની સીધી અસર જનજીવનની સાથે ખેતી પર પણ જોવા મળશે, જેથી ખેડૂતોએ પણ સાવચેત રહેવું અનિવાર્ય બન્યું છે. જોકે, આ આકરી ગરમી વચ્ચે વરસાદ અને વાવાઝોડાને લઈને પણ ચોંકાવનારા અપડેટ્સ સામે આવ્યા છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે પાટણ, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જશે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ઉકળાટ અને અસહ્ય ગરમીને કારણે લોકોની મુશ્કેલી વધશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળશે.

આ પણ વાંચો: 'ઢોંસાનું ખીરું' કેસમાં કોઈએ નહીં વિચાર્યું હોય એવું થયું : માતા-પિતા બાદ દાદા-દાદી સુધી પહોંચ્યો તપાસનો રેલો, જાણો આગળ શું થશે

ખેતી પર સંકટ: મગફળીના પાકમાં ફૂગનો ભય

તીવ્ર ગરમીની અસર માત્ર માનવીઓ પર જ નહીં, પણ ઉભા પાક પર પણ પડશે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે વધતા તાપમાનને કારણે મગફળી જેવા ઉનાળુ પાકોમાં ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. વધુ પડતી ગરમીને કારણે પાક સુકાઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના માટે ખેડૂતોએ પિયત અને પાક સંરક્ષણ બાબતે ખાસ તકેદારી રાખવી પડશે.

રાહતના સમાચાર અને વાવાઝોડાની આશંકા

આકરી ગરમી વચ્ચે 18 થી 22 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં થોડી રાહત જોવા મળી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ સમયગાળામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ કે કરા પડી શકે છે. જોકે, મે મહિનામાં ફરી ચિંતાજનક સમાચાર છે. અંબાલાલના જણાવ્યા અનુસાર, 17 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડીમાં ચક્રવાત એટલે કે વાવાઝોડું સર્જાવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now