Home Gujarat Ambalal Patel Also Predicted Unseasonal Rain Along With Snowfall

'8 થી 11 ફેબ્રુઆરી સુધી આ જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધશે' : હિમ વર્ષા સાથે કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે કરી આગાહી

'8 થી 11 ફેબ્રુઆરી સુધી આ જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધશે'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 04:43 AM IST

રાજ્યમાં આગામી 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે તેવી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. તેમના જણાવ્યા મુજબ દેશના અનેક વિસ્તારોમાં હિમવર્ષા સાથે કમોસમી વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ પડશે.

ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે

આગામી 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ વિસ્તારોમાં ઠંડીનો પ્રભાવ વધશે. ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે, જ્યારે કચ્છ જિલ્લામાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 11 ફેબ્રુઆરી બાદ ઠંડીનો જોર ધીમે ધીમે ઘટશે અને તાપમાનમાં આંશિક વધારો થવાની સંભાવના છે.

12 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 12 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. આ બદલાતા હવામાનના કારણે કૃષિ ક્ષેત્ર પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને ખેતી અને મસાલા પાકોમાં રોગચાળો ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. બદલાતા હવામાનના માહોલને ધ્યાનમાં રાખીને લોકો તેમજ ખેડૂતો દ્વારા જરૂરી તકેદારી રાખવી જરૂરી બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર
વડોદરામાં ગેસ કાળાબજારનો ભંડાફોડ
સતાધાર ધામમાં આત્મનિર્ભરતાની અનોખી મિસાલ