Home Gujarat Ambaji Temple Renovation Of The Temple In 1975

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2025 : 1975માં મંદિરનો જીર્ણોદ્ધાર, 3 ટનથી વધુ વજનનો કળશ મુકાયો હતો, જાણો રોચક કથા

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2025
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 04:24 PM IST

શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળો યોજાઇ રહ્યો છે. કરોડો માઇભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવું અંબાજી આજે એક શકિતપીઠ સાથે યાત્રાધામ તરીકે વિકાસ પામ્યું છે. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન અને જિલ્લા વહીટીતંત્ર અંબાજીના વિકાસ માટે કટિબદ્ધ છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ મંદિરનો સમયાતંરે જીર્ણોદ્ધાર કરી આસ્થાને અનુરૂપ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ આજે અંબાજી મંદિરના જીર્ણોદ્ધારનો ઇતિહાસ


1975માં મંદિરનું જીર્ણોદ્ધાર

ઈ.સ.1972માં અંબાજી વિકાસ સમિતિની રચના મંદિરના તે સમયના ટ્રસ્ટી અને જાહેર જીવનના કાર્યકર શંકરલાલ ગુરૂના અધ્યક્ષપદે કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણો અનુસાર ઈ.સ.1975માં મંદિરના જીર્ણોધ્ધારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મંદિરની કાયાપલટ કરીને ગગનચૂંબી વિશાળ પૂર્ણ આરસનું દેવસ્થાન રચવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો હતો. મંદિરને નીજ મંદિર, મંડપ અને શિખર એમ ત્રણ વિભાગોમાં વહેંચી તબક્કાવાર કામગીરી હાથ ધરાઈ હતી. ઈ.સ.1975 થી 1988 દરમિયાન મોટા ભાગનું કામ સંપન્ન થયું હતું. ઈ.સ. 1986 થી શિખરનું કામ શરૂ કરવામાં આવ્યું જે ઈ.સ. 1989 સુધી ચાલ્યું હતું. મંદિરના 103 ફૂટ ઊંચા શિખર ઉપર કળશ ચડાવવાના વિધિ સમયે નેપાળ, કાશ્મીર સહિત ભારત વર્ષમાંથી કુલ 145 બ્રાહ્મણોને નિમંત્રીત કરીને 30 યજ્ઞકુંડો દ્વારા વિધિ કરવામાં આવી હતી. શિખર ઉપર અંબાજીની આરાસુરની ખાણમાંથી કઢાયેલા વિશેષ આરસ પહાણના અખંડ પથ્થરમાંથી બનાવાયેલ 3 ટનથી વધુ વજનનો કળશ મુકાયો છે.


અંબાજીમાં માં શક્તિનું હૃદય

દેશના 51 શક્તિપીઠ પૈકી એવું કહેવામાં આવે છે કે અહી માં શક્તિનું હૃદય છે. જેથી લોકો અંબાજી અચૂક આવે છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અંબાજી મંદિરે દર્શને અનેકવાર આવતા હતા. અંબાજી મંદિરમાં સૌપ્રથમ સોનાના 108 કળશ મંદિર પણ તેમના હસ્તે જ મુકાયા હતા. જે બાદ તેઓએ મંદિરને સુવર્ણમય બનાવવા માટે લોકોને સોનાનું દાન આપવાની વિનંતી કરી હતી. મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરીમાં એક દસકાથી વધુ જેટલો સમય થઇ ગયો છે. મંદિરને સુવર્ણમય બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ બાદ અનેક ભક્તો માં અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા માટે મુક્ત મને સોનાનું દાન કરી મંદિરને સુવર્ણમય બનાવવા સહયોગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now