Home Gujarat Ambaji Temple Alcohol Nonveg Party Minor Confession

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર? : ગિરનાર નોનવેજ-દારૂ પાર્ટી કેસમાં સગીરના આક્ષેપોથી ખળભળાટ

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 08:45 AM IST

જુનાગઢમાં પવિત્ર ગિરનાર પર્વત પર અંબામાના મંદિરના પરિસરમાં નોનવેજ-દારૂની પાર્ટીનો એક વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ મંદિર તંત્રએ 10 પૂજારી સહિત એક રસોયાને સસ્પેન્ડ કર્યો છે, ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. વીડિયોમાં દેખાતા સગીર યુવકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સગીરના આક્ષેપ અનુસાર, મંદિરમાં જ સેવા બજાવતા પૂજારીએ તેને નશો કરાવી પરાણે વીડિયો ઉતરાવ્યો હતો. સગીરે વધુમાં જણાવ્યું કે, આ ઘટના બેસતા વર્ષની સાંજે બની હતી. તે તેના મિત્ર અભિષેકસિંહ ચૌહાણ, જે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે, તેના કહેવાથી ત્યાં રોકાવા માટે ગયો હતો.

સગીરે જણાવ્યું કે અભિષેક પોતે જ દારૂ લઈને આવ્યો હતો. અભિષેકે જ સોડામાં દારૂ મિક્સ કરીને તેને પીવડાવી દીધો હતો. નશાની હાલતમાં અન્ય શખ્સો તેને 'બોલ ને, ખા ને, મોઢું આમ કર' તેમ કહીને ઉશ્કેરીને તેનો વીડિયો ઉતારતા હતા.

સગીરે આરોપ લગાવ્યો છે કે, આ વીડિયો છગનભાઈ ડાભી નામના શખ્સે ઉતાર્યો હતો. આ ઘટનામાં અભિષેક ચૌહાણ, જીગો ડાભી, ભગુડો વાઘેલા અને નિખિલ ગોસ્વામી જેવા શખ્સો હાજર હોવા છતાં માત્ર સગીરનો જ વીડિયો કેમ ઉતારાયો તે એક મોટો પ્રશ્ન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now