Home Gujarat Alpesh Dholaria Thanks The Cm For Purchasing Cotton At Support Price

'ડુંગળીમાં ખેડૂતોને નુકસાન બાબતે પણ સરકાર ને રજુઆત કરી' : અલ્પેશ ઢોલરીયાએ કપાસની ટેકાના ભાવે ખરીદી મામલે મુખ્યમંત્રીનો માન્યો આભાર

'ડુંગળીમાં ખેડૂતોને નુકસાન બાબતે પણ સરકાર ને રજુઆત કરી'
Published by: OBS Bureau
| Last Updated: Dec 16, 2025, 11:09 AM IST

ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ખેડૂત આગેવાન અલ્પેશ ઢોલરીયાએ કૃષિ નુકસાન અંગે મોટું રાહત પેકેજ જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, 'સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે'.

'ખેડૂતોને 5,500 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું'

અલ્પેશ ઢોલરીયાએ ખેડૂતો વતી ટેકાના ભાવે પાકની ખરીદી કરવા બદલ પણ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે. 'કપાસની ખરીદી દ્વારા કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યો છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ છે'. તેમણે વધુમાં જણાવ્યું કે, 'અત્યાર સુધીમાં કુલ 33 લાખ અરજીઓ કરવામાં આવી છે, જેમાંથી 18 લાખ અરજીઓમાં ચુકવણી થઈ ચૂકી છે. અત્યાર સુધી ખેડૂતોને લગભગ 5,500 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે'.

'આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી'

કપાસમાં આયાત નીતિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે અલ્પેશ ઢોલરીયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, 'આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી છે. હાલ કપાસની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. વરસાદના કારણે ડુંગળીના ભાવોમાં અસર પડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ડુંગળીમાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને યોગ્ય રાહત મળી શકે તેવી માંગ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને: ખોટા દાવા બદલ ઈટાલિયાએ માફી માગી

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને

ઐતિહાસિક ક્ષણ: ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર, ઉત્તરાખંડ બાદ ગુજરાત બન્યું દેશનું બીજું રાજ્ય

ઐતિહાસિક ક્ષણ

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ: ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-2026 બિલ પર હર્ષ સંઘવીનું સંબોધન

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ

UCC બિલનો વિરોધ: "ચૂંટણીલક્ષી આ બિલની અમે હોળી કરીશું"- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

UCC બિલનો વિરોધ
Play Video

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર