દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, કોલકાતા અને બિહાર સહિત દેશના અન્ય ઘણા ભાગોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મુંબઈમાં સુરક્ષા એજન્સીઓએ ટ્રાન્ઝિટ હબ, ઐતિહાસિક સ્થળો અને ભીડવાળા જાહેર સ્થળો પર દેખરેખ વધારી દીધી છે. ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં સંવેદનશીલ સ્થળોએ વધારાની તૈનાતી અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
સમગ્ર શહેર માટે હાઈ એલર્ટ
ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા પાસે પાર્ક કરેલી એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં નજીકના અનેક વાહનોમાં આગ લાગી હતી અને અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસે સમગ્ર શહેર માટે હાઈ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો.
શક્તિશાળી વિસ્ફોટ
સાક્ષીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી કેટલાક મીટર દૂર પાર્ક કરેલા વાહનોની બારીઓ તૂટી ગઈ હતી, અને ભીડભાડવાળા વિસ્તારમાં આસપાસની ઇમારતોમાં અવાજ સંભળાયો હતો.




















