UP Politics: ભારતના રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા સ્થાપિત સંસ્થા I-PAC (ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) ને લઈને ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને તમિલનાડુમાં સ્ટાલિનની હાર બાદ, હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટું પગલું ભર્યું છે. સમાજવાદી પાર્ટીએ આગામી રણનીતિઓ માટે I-PAC સાથેનું પોતાનું ગઠબંધન અને કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ નિર્ણય પાછળ તાજેતરના ચૂંટણી પરિણામો અને રણનીતિમાં મળેલી નિષ્ફળતા મુખ્ય કારણ હોવાનું મનાય છે.
મમતા અને સ્ટાલિનની હારની અસર UP પર પડી
તાજેતરની ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને તમિલનાડુમાં DMK ના નબળા પ્રદર્શન બાદ I-PAC ની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા હતા. અખિલેશ યાદવ, જેઓ યુપીમાં પોતાની જમીન મજબૂત કરવા માટે I-PAC ની મદદ લઈ રહ્યા હતા, તેઓ હવે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈ-પ્રોફાઈલ રણનીતિઓ જમીની સ્તરના કાર્યકરો સાથે તાલમેલ બેસાડવામાં નિષ્ફળ રહી હોવાથી અખિલેશ યાદવે આ મોટો વળાંક લીધો છે.
KMP હાઈવે પર કાળમુખો અકસ્માત: UP પોલીસના 4 જવાન સહિત 5 લોકોના મોત
સમાજવાદી પાર્ટી હવે પોતાના જૂના 'દેશી' અંદાજમાં પરત ફરશે
I-PAC સાથેનો છેડો ફાડ્યા બાદ એવી ચર્ચા છે કે અખિલેશ યાદવ હવે કોઈ પ્રોફેશનલ એજન્સી પર નિર્ભર રહેવાને બદલે પાર્ટીના જૂના અને અનુભવી નેતાઓ પર વધુ ભરોસો મૂકશે. ચૂંટણીઓમાં ડેટા એનાલિટિક્સ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે એજન્સીઓની મદદ લેવી એ હવે સમાજવાદી પાર્ટી માટે ગૌણ બની શકે છે. અખિલેશ હવે ફરીથી જનતા વચ્ચે જઈને, સાયકલ યાત્રા અને ગ્રાસરૂટ લેવલના સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Gym માં પ્રી-વર્કઆઉટ ડ્રિંક પીવડાવ્યા બાદ ટ્રેનરે પાર કરી તમામ હદ: પછી મોટા ઘરની યુવતીના પર્સનલ Video બનાવી કર્યા વાયરલ
શું રણનીતિકારોનો જમાનો પૂરો થયો?
એક સમય હતો જ્યારે પ્રશાંત કિશોર અને તેમની સંસ્થા I-PAC ને જીતની ગેરંટી માનવામાં આવતી હતી. જોકે, પશ્ચિમ બંગાળના આંચકાજનક પરિણામોએ આ માન્યતાને તોડી નાખી છે. મમતા બેનર્જી જેવા કદાવર નેતાની હાર બાદ અન્ય પ્રાદેશિક પક્ષોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. અખિલેશ યાદવનો આ નિર્ણય એ સંકેત આપે છે કે, હવે ભારતીય રાજકારણમાં માત્ર ડેટા અને ડિજિટલ માર્કેટિંગથી ચૂંટણીઓ જીતી શકાતી નથી, જનતાનો મૂડ સમજવો વધુ જરૂરી છે.
ટાગોર જન્મજયંતિ પર બંગાળમાં ઐતિહાસિક શપથ!: સુવેન્દુ અધિકારી કે RSS નેતા? કોણ બનશે ભાજપના પહેલા CM?
આગામી રણનીતિ પર સૌની નજર
સમાજવાદી પાર્ટી હવે યુપીમાં કઈ નવી એજન્સી સાથે જોડાશે કે પછી પોતાની ઇન-હાઉસ ટીમ તૈયાર કરશે, તે જોવું રસપ્રદ રહેશે. આગામી પેટાચૂંટણીઓ અને તે પછીની મોટી ચૂંટણીઓ માટે અખિલેશ યાદવ નવી ટીમ સાથે મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ દરમિયાન ભાજપ અને અન્ય વિરોધ પક્ષો અખિલેશના આ નિર્ણયને મમતા બેનર્જીની હાર સાથે જોડીને પ્રહારો કરી રહ્યા છે.






