Home National Kmp Highway Accident Up Police Personnel Death Mewat 2026

KMP હાઈવે પર કાળમુખો અકસ્માત : UP પોલીસના 4 જવાન સહિત 5 લોકોના મોત

Accident on KMP Highway Death of 5 people
Published by: Vaishnavi Pathak
Last Updated: May 06, 2026, 05:44 AM IST

હરિયાણાના મેવાત જિલ્લામાં કુંડલી-માનેસરમાં પલવલ (KMP) એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઉત્તર પ્રદેશ પોલીસના 4 જવાન અને એક ખાનગી ડ્રાઈવર સહિત કુલ 5 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે મૃતદેહોને બહાર કાઢવામાં પોલીસને 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

તપાસ અર્થે ગયા હતા રાજસ્થાન

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ખોડા પોલીસ સ્ટેશનની એક ટીમ ગુનાની તપાસ માટે રાજસ્થાન ગઈ હતી. આ ટીમમાં એક સબ-ઇન્સ્પેક્ટર, ત્રણ કોન્સ્ટેબલ અને એક ડ્રાઈવર સામેલ હતા. તપાસ પૂર્ણ કરીને જ્યારે તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા, ત્યારે મેવાત વિસ્તારમાં તેમની કાર આગળ જઈ રહેલા એક અજાણ્યા વાહન (ટ્રક) સાથે અથડાઈ હતી.

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

અકસ્માત એટલો ભીષણ હતો કે પોલીસની કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. ટક્કર લાગ્યા બાદ કાર ટ્રકની પાછળના ભાગમાં ફસાઈ ગઈ હતી. અંધારું હોવાને કારણે અને કાર ખરાબ રીતે દબાઈ ગઈ હોવાથી, અંદર ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં સ્થાનિક પોલીસ અને બચાવ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે ગેસ કટરની મદદથી કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અનુપમ ખેરના વાળ પર ભાજપ નેતાની ટિપ્પણીથી વિવાદ | અભિનેતાએ આપ્યો જવાબ | Offbeat Stories

મૃતકોની ઓળખ

આ દુર્ઘટનામાં શહીદ થયેલા પોલીસ જવાનોમાં સબ-ઇન્સ્પેક્ટર વિવેક કુમાર, કોન્સ્ટેબલ પંકજ કુમાર, સંદીપ કુમાર અને પ્રવીણ કુમારનો સમાવેશ થાય છે. તેમની સાથે કાર ચલાવી રહેલા ડ્રાઈવરનું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું છે.

હાલમાં હરિયાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મેવાતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગમાં આ સમાચાર મળતા જ શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now