Home Gujarat Air India Cancels 50 International Flights

એર ઇન્ડિયાએ 50 ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ કરી રદ : ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈમાં ફસાયેલી, જુઓ લિસ્ટ કઈ કઈ ફ્લાઇટ્સ રદ

એર ઇન્ડિયાએ 50 ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ કરી રદ
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 07:42 AM IST

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. અહેવાલો મુજબ Air India એ સુરક્ષા કારણોસર પોતાની 50 ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરી છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ એર સ્પેસની પરિસ્થિતિ અસ્થિર બનતા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવે છે.

અજમેરમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો!

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના મોત અંગેના અહેવાલો વચ્ચે ભારતમાં પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અજમેરમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હોવાના સમાચાર છે, જ્યારે શ્રીનગર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન નોંધાયા હોવાનું જણાવાય છે.

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈમાં ફસાયેલી

મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધી રહ્યો છે. દુબઈ સ્થિત Dubai International Airport પર ઈરાની ડ્રોન ટકરાયું હોવાની માહિતી સામે આવી છે, જેમાં ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઉપરાંત ગઈકાલે વિશ્વની સૌથી ઊંચી ઈમારત Burj Khalifa નજીક બ્લાસ્ટ થયો હોવાની ચર્ચા છે, જેના કારણે શહેરમાં ભયનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈમાં ફસાયેલી હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ પરિસ્થિતિ અંગે વિવિધ સ્ત્રોતોથી માહિતી મળી રહી છે, વિશ્વભરમાં આ ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

મુંબઇ-લંડન (AI131 / AI130)

દિલ્હી-બર્મિંગહામ (AI113 / AI118)

દિલ્હી-એમ્સ્ટર્ડમ (AI155 / AI156)

દિલ્હી-જ્યુરિખ (AI151 / AI152)

દિલ્હી-મિલાન (AI137 / AI138)

દિલ્હી-વિયેના (AI153 / AI154)

બેંગલુરુ-લંડન (હીથ્રો) (AI133 / AI132)

દિલ્હી-કોપનહેગન (AI157 / AI158)

દિલ્હી-લંડન (હીથ્રો) (AI2017 / AI2018)

દિલ્હી-લંડન (હીથ્રો) (AI2015 / AI2016)

દિલ્હી-ફ્રેન્કફર્ટ (AI2029 / AI2030)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now