Home Gujarat Ahmedabads Chandola Talav Illegal Structure Demolition Since Early Morning

વહેલી સવારથી ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝરવાળી : મિની બાંગ્લાદેશની હવે ખેર નથી

વહેલી સવારથી ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝરવાળી
Play Video
Published by: OBS Bureau
| Last Updated: Apr 29, 2025, 04:48 AM IST

અમદાવાદના શહેરના શાહઆલમ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે વસાહતો ઉભી થઈ હતી. ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદે વસતીને લઈ લોકોમાં અસુરક્ષાની લાગણી વકરી રહી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.

સોમવારની રાત્રે 1:30થી 2:30ની વચ્ચે પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ ચંડોળા વિસ્તારમાં પહોંચી ગયા હતા. લગભગ 50 જેટલા JCB મશીનો, ટ્રકો અને હજારો પોલીસકર્મીઓ સાથે બુલડોઝર એક્શન સવારે 5:30 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આખા વિસ્તારમાં SRP, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમ સહિતના દળો કડક બંદોબસ્ત સાથે તૈનાત કરવામાં આવ્યા છે.



લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે બાંધકામોનું દાનાવત રૂપ

ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે બાંધકામો ધડાધડ ઉભા થવા લાગ્યા હતા. ઘણા મકાનો નકશા વિના અને માલિકીના દસ્તાવેજો વિના બાંધવામાં આવ્યાં હતાં. સ્થાનિક રહેવાસીઓએ અનેક વખત AMCને ફરિયાદ કરી હતી કે અહીં રહેતાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકો જાત છુપાવી રેહી રહ્યા છે અને જાહેર સુરક્ષા માટે ખતરો બની શકે છે.

કડક કામગીરી: પોલીસ દ્વારા 890 લોકોની ધરપકડ, 143 બાંગ્લાદેશી હોવાનું ખુલ્યું

અમદાવાદ શહેર પોલીસે છેલ્લા બે દિવસથી વિસ્તારમાં સઘન તપાસ ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં 890 શંકાસ્પદ લોકોને પકડી લેવાયા છે. એમાંથી 143 લોકો બાંગ્લાદેશના નાગરિક હોવાનું પુરવાર થયું છે. તે લોકો પાસેથી આધાર કાર્ડ, રેશનકાર્ડ, મતદાર ઓળખપત્ર જેવા દસ્તાવેજ મળ્યાં નહોતા. કેટલીક જગ્યાએ નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

સુરક્ષા જથ્થાની તૈનાતી અને ડિપોર્ટેશનની પ્રક્રિયા ચાલુ

પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં ગુજરાત પોલીસ કોઈ પણ પ્રકારનો ખતરો મંજુર કરવા તૈયાર નથી. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્યમાં બાંગ્લાદેશી નાગરિકોની સરખામણીમાં વસતી વધુ છે અને તેઓ મોટાભાગે નકલી ઓળખ સાથે મજૂરીના કામમાં પ્રવૃત્ત હોય છે. પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને ડિપોર્ટેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

AMC કમિશનર અને પોલીસ કમિશનરની સીધી દેખરેખ

આ ઓપરેશન AMCના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દીઠ સીધી દેખરેખમાં ચાલી રહ્યું છે. અધિકારીઓએ જાહેરમાં જણાવી દીધું છે કે ભવિષ્યમાં પણ આવા ગેરકાયદે બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી....: પેટ્રોલ-ડીઝલની કોઈ જ તંગી નથી, ગુજરાત પાસે પુરતો બફર સ્ટોક, લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી

નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી....

ગુજરાતમાં પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ: ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકાર પાસે માંગી સ્પષ્ટતા

ગુજરાતમાં પેટ્રોલ પંપો પર અફરાતફરીનો માહોલ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે: વડોદરામાં આદિવાસી સંમેલન દરમિયાન આપ્યા મોટા રાજકીય સંકેત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: અફવા ફેલાવનારાઓ સાવધાન, ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની કડક ચેતવણી

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી
Play Video

કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભડકો: માલવાહક ગાડીઓના ભાડામાં 20%નો તોતિંગ વધારો, જાણો શું છે કારણ

કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ભડકો