Home Gujarat Ahmedabad Uoung Man Pours Petrol On His Body In Front Of Young Woman Burns Himself Alive

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જીવ વ્હાલું કર્યું : પેટ્રોલ છાટ્યું, આગ લગાવી, સળગતી હાલતમાં પહેલા માળેથી કૂદ્યો, થયું મોત

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જીવ વ્હાલું કર્યું
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 04:52 AM IST

Ahmedabad Crime News : અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકની હરકતથી હલચલ મચી ગઈ હતી. ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે અને છેલ્લા છ મહિનાથી આ યુવક તેને હેરાન કરતો હતો.

એકતરફી પ્રેમની દુર્ઘટના

યુવતી સાથે એકતરફી પ્રેમ રાખનાર આ યુવકે વારંવાર સંપર્ક કરવાનો અને તકલીફ આપવા નો પ્રયત્ન કર્યો હતો. ગઇકાલે એટલે કે 27 નવેમ્બરના રોજ રાતે લગભગ 8:30 વાગ્યે યુવક કામરાન હોસ્પિટલ ખાતે યુવતીના કાર્યસ્થળે પહોંચી ગયો હતો. ત્યાં બંને વચ્ચે ફરી તકરાર થતા યુવક ઉશ્કેરાઈ ગયો અને અચાનક પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દીધું. ત્યાર બાદ તેણે લાઇટરથી પોતાના શરીરને આગ લગાવી દીધી.

યુવકે આગ લગાવી...

આગની જ્વાળા વચ્ચે જ તે સળગતી હાલતમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો. ઘટનામાં યુવતીને પણ ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે દાઝેલા યુવકને તરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં વહેલી સવારે તેનું મોત થયું હતું. સરખેજ પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ