Home Gujarat Ahmedabad To Host Commonwealth Games 2030 Indian Olympic Association Approves Indias Bid

કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદ બનશે યજમાન ? : ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન ભારતની બિડને આપી મંજૂરી

કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદ બનશે યજમાન ?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 01:01 PM IST

Ahmedabad-to-Host-Commonwealth-Games-2030: ભારતીય રમતગમત જગત માટે આનંદદાયક સમાચાર આવ્યા છે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (IOA)એ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે ભારતના દાવાને મંજૂરી આપી છે. બુધવારે યોજાયેલી સ્પેશિયલ જનરલ મિટિંગ (SGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે માર્ચમાં આ ઇવેન્ટનું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ સમિટનું આયોજન કર્યું હતું.

ભારતે માર્ચ મહિનામાં એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ સમિટનું આયોજન કર્યું હતું, જેમાં અમદાવાદ શહેરને મુખ્ય યજમાન સ્થળ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. હવે, ભારતે 31 ઑગસ્ટ સુધીમાં ફાઈનલ બિડિંગ પ્રપોઝલ સબમિટ કરવાનું રહેશે. કેનેડાએ પોતાની બોલી પાછી ખેંચી લેતા, ભારતની પસંદગીની શક્યતા હવે વધુ મજબૂત લાગી રહી છે. થોડા દિવસો પહેલાં કોમનવેલ્થ ગેમ્સના ટોચના અધિકારીઓએ અમદાવાદની મુલાકાત લીધી હતી, જેમાં ગેમ્સ ડિરેક્ટર ડેરેન હોલ પણ સામેલ હતા. તેઓએ રમતગમતની સૂચિત વ્યવસ્થાઓ અને સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, " સ્ટેપ બાય સ્ટેપ સમગ્ર પ્રોસેસ ફોલો કરી રહ્યાં છીએ. ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને અમારા પ્રસ્તાવોની સમીક્ષા કરી. આગામી સમયમાં કોમનવેલ્થ કમિટીનું વધુ એક પ્રતિનિધિમંડળ અમદાવાદની મુલાકાત લઈ શકે છે."

કોમનવેલ્થ ગેમ્સના આયોજન અનુસાર, નવેમ્બર 2025ના અંત સુધીમાં જનરલ એસેમ્બ્લી બેઠકમાં યજમાન દેશ જાહેર કરવામાં આવશે. જો ભારતને યજમાની મળે છે, તો તે 2010 પછી બીજવાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. 2010માં દિલ્હીએ સફળતાપૂર્વક ગેમ્સનું આયોજન કર્યું હતું.

ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ માટે પણ દાવેદારીઃ

ભારત માત્ર CWG-2030 માટે નહીં, પરંતુ 2036ના ઓલિમ્પિક ગેમ્સ માટે પણ દાવેદાર છે. ગયા વર્ષે નવેમ્બરમાં ભારતે આ માટે અધિકારિક બિડ રજૂ કરી હતી. ભારતે અત્યારસુધીમાં ત્રણ મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે – 1951 અને 1982ના એશિયન ગેમ્સ અને 2010ના કોમનવેલ્થ ગેમ્સ.

રાષ્ટ્રીય રમતગમત બિલ પણ રાજ્યસભામાં પાસઃ

આ સાથે, દેશના રમતગમત શાસનમાં પણ મોટો ફેરફાર થયો છે. મંગળવારે રાજ્યસભાએ રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ અને રાષ્ટ્રીય ડોપિંગવિરોધી સુધારા બિલ, 2025 પાસ કર્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ બિલ રજૂ કરી ક્રિકેટ, ઓલિમ્પિક સહિત તમામ રમતગમત સંસ્થાઓમાં વધુ પારદર્શિતા અને જવાબદારી લાવવાનો પ્રયાસ કર્યો છે.

મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ''ગયા અઠવાડિયામાં કોમનવેલ્થ કમિટિના સિનિયર સભ્ય ગુજરાત આવ્યા હતા, ગેમ રમાવાની છે તે સ્થળોનું નિરિક્ષણ કર્યુ છે. ખૂબ લાંબી પ્રોસિજર છે સતત ચાલુ છે અને સતત આ લાંબી પ્રોસિજરમાં આગળ આપણે વધી રહ્યા છીએ. કોમનવેલ્થ ગેમ્સની બિડિંગની પ્રોસેસ આગળ ચાલી રહી છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now