Home Gujarat Ahmedabad Shahibaug Minor Bootlegger Grandson Fatal Accident Viral Videos

ક્રાઈમ કુંડળી ; બૂટલેગર લંગડાના પૌત્રએ 3 વર્ષમાં 2 જીવ લીધા : ક્રિમિનલ શોખ! ફાયરિંગ, 200ની સ્પીડે ગાડી ચલાવવી, ત્રણ પેઢીનો ગુનાહિત ઈતિહાસ

ક્રાઈમ કુંડળી ; બૂટલેગર લંગડાના પૌત્રએ 3 વર્ષમાં 2 જીવ લીધા
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 12:53 PM IST

Ahmedabad News: દિન-પ્રતિદિન દારૂના નશામાં પુરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જવાની ઘટનાઓ બેફામ વધી રહી છે. ત્યારે અમદાવાદાના શાહીબાગમાં બૂટલેગર કિશોર લંગડાના પૌત્રએ 3 વર્ષમાં 2 નિર્દોષ લોકોના જીવ લીધા. પુરપાટ ઝડપમાં ગાડી ચલાવવી, સ્ટંટબાજી કરવી તો જાણે કિશોર લંગડાના પૌત્રને વારસામાં મળ્યું હોય તેમ તેણે છેલ્લા ત્રણ વર્ષમાં બેના જીવ લીધા છે.


કિશોર લંગડાના પૌત્રએ 3 વર્ષમાં 2 જીવ લીધા

શાહીબાગમાં બૂટલેગરના સગીર વયના પૌત્રે પૂરપાટ ઝડપે કાર ચલાવી ગઇકાલે નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. ઉલ્લેખનીય વાત એ છે કે, અકસ્માત કરનાર સગીરનો આ પહેલો અકસ્માત નથી, અગાઉ પણ તેણે 15 વર્ષની ઉંમરે અકસ્માત કરી એક વ્યક્તિનો જીવ લીધો હતો. સગીરનો 200ની સ્પીડે ગાડી ચલાવી સ્ટંટ કરતો વીડિયો, પોલીસ સ્ટેશનમાંથી નંબર વગરની AUDI લઇને નીકળતો હોય એવો, ફાયરિંગ કરતો હોય એવો એકબાદ એક વીડિયો પણ સામે આવી રહ્યાં છે.


શાહીબાગમાં અકસ્માત

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કિશોર લંગડાનો પૌત્ર વોન્ટેડ હતો. જેને કાયદાનો ડર જ ન હોય તેમ બેફામ ગાડી ચલાવતો હતો. જે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતો હતો ત્યારે તેને શાહીબાગમાં અકસ્માત કર્યો હતો. જેમાં નિર્દોષ 43 વર્ષીય મહેન્દ્રભાઈનું મોત થયું હતુ.


વર્ષ 2022માં અકસ્માત સર્જ્યો હતો

તપાસમાં સામે આવ્યું કે, લંગડાના પૌત્ર વર્ષ 2022માં જ્યારે તેની ઉંમર 15 વર્ષ કરતાં પણ ઓછી હતી ત્યારે પણ બેફામ ગાડી હંકારીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.


દાદા-પિતા અને પુત્ર ત્રણેયનો 'ક્રાઈમ કર્મ'

સગીરના પિતા દિલીપસિંહ રાઠોડ અને દાદા કિશોરસિંહ રાઠોડ પોલીસના ચોપડે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. બંને સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે, 2022 પછી 'ક્રાઈમ કર્મ' વારસામાં મળ્યો હોય તેમ પુત્ર પણ પોલીસ ચોપડે ગુનેગાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now