Home Gujarat Ahmedabad Sg Highway Flyover Construction Road Closed

અમદાવાદના આ રસ્તા પર જવાની ભૂલ કરશો તો ભરાઈ જશો : 6 મહિના બંધ રહેશે રસ્તો, અપાયું ડાયવર્ઝન

અમદાવાદના આ રસ્તા પર જવાની ભૂલ કરશો તો ભરાઈ જશો
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 11:38 AM IST

Ahmedabad Traffic: મેગાસીટી અમદાવાદમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલાં સૌથી મહત્ત્વના રસ્તાને બંધ કરવાનો તંત્રએ નિર્ણય લેતા હજારો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ શહેરના એસજી હાઈવેની. સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલાં YMCA પાસેથી કર્ણાવતી ક્લબ તરફ જતા રોડને આગામી 6 મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

વિકાસકામોને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, તંત્રના આ નિર્ણયના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે રસ્તા પરથી વાહનચાલકો સરળતાથી પસાર થઈને જઈ શકતા હતા તેના બદલે હવે તેમને લાંબો ચક્કર ખાવાનો વારો આવ્યો છે. આ કારણસર SG હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યામાં પણ વધારો થયો છે.

ઉલ્લેખનીય છેકે, એસ.જી. હાઈવે (SG Highway) પર ટ્રાફિકજામની સમસ્યા ફરી મોઢું ઉઘાડી છે. YMCA ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો માર્ગ આજથી આગામી 6 મહિના માટે બંધ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય ફ્લાયઓવરનાં રેમ્પના કામને લઈને લેવામાં આવ્યો છે.

1.2 કિમીનો માર્ગ બંધ, 2 કિમીનો લાંબો આંટો ફરજેઃ

ફ્લાયઓવર બનાવવા માટે 1.2 કિલોમીટર લાંબો રોડ તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવ્યો છે. વાહનચાલકોને હવે YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ જવા માટે અંદાજે 2 કિલોમીટરનો ઉમેરો ફરવો પડશે. સરખેજ તરફથી આવતાં વાહનચાલકોએ YMCA પાસેથી ડાબી બાજુ વળી ભગવાન સર્કલ, ત્યાંથી જમણી બાજુ વળી ઝવેરી (ચકરી) સર્કલ અને ત્યાંથી ફરી જમણી વળીને કર્ણાવતી ક્લબ પહોંચવું પડશે.

દૈનિક મુસાફરોને હાલાકીઃ

આ માર્ગ બંધ થતાં, આજે સવારે મુમતપુરા રોડ અને SG હાઈવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ઓફિસ સમય દરમિયાન લોકોના વાહનો 15થી 20 મિનિટ સુધી જામમાં અટવાઈ ગયા હતા. ખાસ કરીને બિલોયનર સ્ટ્રિટના માર્ગને પણ બંધ કરાતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે ખાસ તૈયારીઃ

શહેરના ટ્રાફિક પોલીસ વિભાગે ટ્રાફિકના યોગ્ય વહન માટે ટ્રાફિક જવાનોની તૈનાતી કરી છે. સાથે સાથે, બ્રિજનું કામ કરતી કંપની પણ ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં સહકાર આપી રહી છે. ઈસ્કોનથી સરખેજ તરફ જતો માર્ગ ચાલુ રાખવામાં આવ્યો છે, જેથી આ દિશામાં મુસાફરી કરનારાને રાહત મળી રહેશે. જો તમે પણ અહીંથી પસાર થવાના હોવ તો સૌથી પહેલાં વિકલ્પીક માર્ગો અંગેની જાણકારી મેળવી લેજો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now