Home Gujarat Ahmedabad Sanand Viramgam Highway Triple Accident Two Dead Thar Tanker Fire

સાણંદ-વિરમગામ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત : થાર અને ટેન્કર ભડભડ સળગ્યા, 2 નું ભડથું

સાણંદ-વિરમગામ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 05:25 AM IST

અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાણંદ-વિરમગામ હાઇવે પર વિરોચનનગર પાટિયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 2 લોકોના મોત નપજ્યા છે.

મળતી માહિતી અનુસાર ડમ્પર, ટેન્કર અને થાર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટેન્કર અને થા૨ ગાડીમાં આગ ભભૂકી ઊઠતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ આ આગની ઘટનામાં બે વ્યક્તિ સળગી ગયાના સમાચાર સામે આવી રહ્યા છે, ઘટનાની જાણ થતા સાણંદ નગરપાલિકા અને જીઆઇડીસીની ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી.

સાથે જ સાણંદ જીઆઇડીસી પોલીસ પણ સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કરી અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતને લઈને સાણંદ–વિરમગામ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પર અસર પડી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now