Home Gujarat Ahmedabad Sabarmati Riverfront Will Remain Closed Today

અમદાવાદ ; સાબરમતી નદીમાં આજે પણ 'ઘોડાપૂર'! : શેહરીજનો માટે આજે રિવરફ્રન્ટ રહેશે બંધ

અમદાવાદ ;  સાબરમતી નદીમાં આજે પણ 'ઘોડાપૂર'!
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 09:15 AM IST

આજે પણ સાબરમતી નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે, ત્યારે ધરોઈ ડેમમાંથી આશરે 64500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે હાલમાં રિવરફ્રન્ટ શેહરીજનો માટે આજે બંધ કરવામાં આવ્યું છે.


શેહરીજનો માટે આજે રીવરફ્રન્ટ બંધ

રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટના ચાલતા કામોના કોન્ટ્રાકટર/એજન્સી,એન.એચ.આર.સી.એલના બુલેટ ટ્રેનના કોન્ટ્રાકટર, રીવરફ્રન્ટની બોટીંગ તેમજ ફલોટીંગ રેસ્ટોરન્ટ એજન્સી સીક્યોરીટી એજન્સી તથા પોલીસ પ્રશાસનને આ બાબતે આગોતરું જાણ કરવામાં આવી છે. વધુમાં ઉપરવાસમાંથી પાણીની આવક હાલમાં પણ ચાલુ હોઈ શેહરીજનો માટે રિવરફ્રન્ટ હાલમાં બંધ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ચાલતા કામોના કોન્ટ્રાકટર/એજન્સી, NHRCLના બુલેટ ટ્રેનના કોન્ટ્રાક્ટર, રિવરફ્રન્ટની બોટીંગ તેમજ ફલોટીંગ રેસ્ટોરન્ટ એજન્સી, સીક્યોરીટી એજન્સી તથા પોલીસ પ્રશાસનને આ બાબતે જાણ કરવામાં આવી છે. જ્યાં કોઈપણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડ મુકી અને પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાર્લે 24 ઓગસ્ટના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સુભાષબ્રિજ, રેલવેબ્રિજ નજીક, લોઅર પ્રોમીનાડ આખો પાણીમાં ડૂબી ગયો હતો.


સફાઈ કામગીરી હાથ ધરાઈ

આજે 25 ઓગસ્ટના રોજ વહેલી સવારે વો વેમાંથી પાણી દૂર થઈ જતા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીની સાથે તરીને આવેલો કચરો, ઘાસ સહિતનો કચરો રિવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડમાંથી દૂર કરીને સફાઈ કરવામાં આવી રહી છે. શાહીબાગ, ડફનાળાથી લઈને સુભાષબ્રિજ રેલ્વેબ્રિજ સુધી સફાઈની કામગીરી સતત સવારથી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now