Home Gujarat Ahmedabad Police Raid Chinese Lace Factory Ahead Of Uttarayan

ઉત્તરાયણ પહેલા અમદાવાદ પોલીસે ઝડપી ચાઈનીઝ દોરીની ફેક્ટરી : 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, આઈશર ટ્રક ભરી સપ્લાય કરતા હતા

ઉત્તરાયણ પહેલા અમદાવાદ પોલીસે ઝડપી ચાઈનીઝ દોરીની ફેક્ટરી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 08:16 AM IST

ઉતરાયણ પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઈનીઝ દોરી મામલે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના રણમલ ગઢ ગામની સીમ અમરતભાઇ રબારીના ફાર્મ હાઉસની ઓરડી ખાતેથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો જથ્થો 39 બોક્સ માં 1872 રીલો કુલ કિ.રૂ. 7,48,800 ના મુદ્દામાલ સાથે ભીખા શાંતીલાલ રાણા, રાજુભાઈ સ/ઓ ભીખાભાઈ શાંતીલાલ રાણા તથા અશોકભાઈ મુળજીભાઈ ઠાકોર તથા ભરતભાઈ ઉર્ફે ભોગીલાલ દોલતરામ ગંગવાણી- કડી ને દોબોચી લીધા છે

ચાઈનીઝ દોરી સાથે શખ્ય ઝડપાયા

બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારના બાવળા-આદરોડા રોડ ઉપર આવેલ ગણેશ કોટન પ્રેસીંગ ફેક્ટરી, બાવળા, ખાતેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની નાની-મોટી કુલ ફીરડી નંગ-3864 ની કિ.રૂ.12,91,200 ના મુદામાલ સાથે સમીરશા સ/ઓ નબીરશા ચુલતાનશા ફકીર રહે.સાંતમ સોસાયટી, બાવળા ખાતેથી ઝડપી લીધા છે.

આઈશર ટ્રક ભરેલી ચાયનીઝ દોરી ઝડપાઈ!

કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના વટામણ ચોકડી નજીકથી આઈસર ગાડી નંબર GJ-23-AW-4030 માં પ્રતિબંધિત ચાયનીઝ દોરીની ફીરડી નંગ-2400 ની કિં.રૂ.9,60,000 તથા મોબાઈલ ડોન નંગ-1 કિ. રૂ.5000 તથા આઈશર ની કિ. રૂ.250000 નો મુદામાલ સાથે મળી કુલ કિ.રૂ.12,15,000 (1) ઈરફાન હુસૈનભાઈ બ્લોચ રહે ચીત્રાવડ ગામ ડાયમંડ હાઈસ્કુલની સામે તા.તલાલા (2) સમીર યુસુફ જાતે પરમાર (મુરલીમ) રહે. રહે. ચીત્રાવડને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. આણંદ જીલ્લાના આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનીક પોલીસ સાથે રાખી પ્રતિબંધિત ચાયનીઝ દોરીની ફીરડી નંગ-672 કિ.રૂ.2,01,600 ના મુદામાલ સાથે રસીદશા ઉદ્દે ભુરીયો મહેબુબશા દિવાન રઠે-આણંદનાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

વંદના ઇન્ડસ્ટ્રીઝ દાદરા ખાતે અમદાવાદ ગ્રામ્ય પોલીસના દરોડા

અમદાવાદ ગ્રામ્ય પોલીસે જુદી જુદી જગ્યાઓ પરથી પ્રતિબંધિત ચાયનીઝ દોરીનો તમામ મુદામાલ મોકલનાર આરોપી વિરેનકુમાર બાબુભાઈ પટેલ રહે-વાપીનાઓ ને ઉપરોકત તમામ ગુનાઓના કામે પકડવાનો બાકી હોય તેની વંદના ઇન્ડસ્ટ્રીઝ દાદરા (દાદરા નગર હવેલી) ખાતે ચાઇનીઝ દોરી (સીન્થેટીક દોરી) બનાવવા માટેની કંપની આવેલી છે તેવી હકિકત આધારે દાદરા નગર હવેલી ખાતે જઈ સ્થાનિક પોલીસની મદદથી ગેર કાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી કંપની વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી

ચાઈનીઝ દોરીની ફેક્ટરી!

આ કંપની ખાતેથી ચાઈનીઝ દોરીની રીલ નંગ 43192 આશરે ડુલ કિ.રૂ.-1,50,00,000 (એક કરોડ પચાસ લાખ)ની તથા ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી તથા અન્ય રો મટીરીયલ આશરે કિ.રૂ.50,00,000 (પચાસ લાખ) મળી આશરે કુલ કિ.રૂ. 2,00,00,000 (બે કરોડ)નો મુદામાલ સીઝ કરાવવામાં આવ્યો છે. આમ, તપાસ દરમ્યાન દાદરાનગર હવેલી, સાણંદ, બાવળા, કોઠ તથા આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ ગુનાઓ ૨જીસ્ટર કરી પ્રતિબંધત ચાયનીઝ દોરીની ફીરડી નંગ કુલ-52000 (બાવન હજાર) તથા આશરે ડુલ કિ.રૂ.-1,82,01,600/- (એક કરોડ બ્યાસી લાખ એક હજાર છસ્સો) તથા અન્ય મુદામાલ (રો મટીરીયલ મશીનરી તથા વાહનો તથા મોબાઈલ) કુલ કિ.રૂ.52,50,000/- (બાવન લાખ પચાસ હજાર ) એમ કુલ 2.34 કરોડ નો મુદામાલ જપ્ત કરી બી.એન.એસ. મુજબ કાયદેસરની કાર્યવાહી એસ.ઓ.જી.શાખા અમદાવાદ ગ્રામ્યનાઓએ કરી હતી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now