Home Gujarat Ahmedabad Police Commissioner Issues New Notification Regarding Drones

અમદાવાદ પોલીસ કમિશનર ડ્રોન બાબતે નવું જાહેરનામું પાડ્યું બહાર : ડ્રોન ઉડાડતા પહેલા જાણી લો આ નિયમો

અમદાવાદ પોલીસ કમિશનર ડ્રોન બાબતે નવું જાહેરનામું પાડ્યું બહાર
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 10:11 AM IST

અમદાવાદ શહેરમાં જનતાની સલામતિ અને સુરક્ષા માટે અમદાવાદ પોલીસ કમિશનર મોટો નિર્ણય કર્યો છે. પોલીસ કમિશનર જીએસ મલિકે અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા માટે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ 201 જગ્યાઓ સાથે સાથે આખા અમદાવાદને આવરી લેવામાં આવશે.

2 કિલોમીટરની ત્રિજ્યમાં ડ્રોન ઉડાડી શકશે નહીં

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા નવું જાહેરનામું કરવામાં આવ્યું છે, જેમાં શહેરની કુલ 201 જગ્યાએ ડ્રોન ઉડાડવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નક્કી કરેલ 201 જગ્યાની 2 કિ.મી.ની ત્રિજ્યામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. શહેરની સુરક્ષાને હાની ન પહોંચે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ એન્જન્સી કે વ્યક્તિ જાહેરનામાનો ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે. અંગત વ્યવસાય ડ્રોનનો ઉપયોગ માટે પરવાનગી માગવી પડશે તે પછી જ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.

ડ્રોન ઉડાડવા માટે બન્યા વધુ કડક નિયમો

આતંકવાદી પ્રવૃત્તિઓમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અગાઉ ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે, જેને ધ્યાનમાં રાખી ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત ઊભી થતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now