Home Gujarat Ahmedabad Pm Narendra Modi Made A Big Statement

''જેને કોઈએ પૂછ્યું નહીં તેમને મોદી પૂજે છે'' : અમદાવાદમાં સભા સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કરી મોટી વાત

''જેને કોઈએ પૂછ્યું નહીં તેમને મોદી પૂજે છે''
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 03:06 PM IST

અમદાવાદમાં સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ''જેને કોઈએ પૂછ્યું નહીં તેને મોદી પૂજે છે'' સાબરમતીને લઈ કહ્યું કે, ''મારા શબ્દો લખીને રાખજો, વિશ્વ માટે શાંતિની ભૂમિ સાબરમતી આશ્રમ બનવા જઈ રહી છે, સાબરમતીની નવીનીકરણ થઈ રહ્યું છે''

''તે સરકારને બાપુ પણ અનુકૂળ નહોતા''

PM મોદીએ રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરી કહ્યું કે, ''પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિરૂપમાં સાબરમતી આશ્રમનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે. આપણાં બે મહાપુરુષ ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું અને તે સમય સાબરમતી આશ્રમનું નવીનીકરણ કરવા માગતો હતો, પરંતુ કેન્દ્ર સરકાર અનુકૂળ નહોતી અને તે સરકારને બાપુ પણ અનુકૂળ નહોતા. પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ સાબરમતી આશ્રમનું નવીનીકરણ છે''

''કોલ્ડ પ્લે કોન્સર્ટ થયો તેની ચર્ચા આખા દુનિયામાં થઈ''

તેમણે કહ્યું કે, ''એક સમયે લોકો આબુ જતા દીવ જતા, કેટલાક ધાર્મક લોકો બહુ બહુ દ્વારકા કે,સોમનાથ અને અંબાજી જેવા ધાર્મિક સ્થળોએ જતા હતા, પરંતુ આજે ટુરિઝમ માટે એક ગુજરાત આગવું સ્થાન ધરાવે છે, કોન્સર્ટ ઇકોનોમીનું કેન્દ્ર બની ગયું છે''. વધુમાં કહ્યું કે, ''અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ થયો તેની ચર્ચા આખા દુનિયામાં થઈ, અમદાવાદ મોટા કોન્સર્ટ અને સ્પોર્ટ્સ માટે તૈયાર છે''.

''અમદાવાદ આજે સપનાઓ-સંકલ્પોનું શહેર બન્યું''

PM મોદીએ કહ્યું કે, ''અમદાવાદ આજે સપનાઓ અને સંકલ્પોનું શહેર બન્યું છે, એક સમય હતો જ્યારે અમદાવાદને ખાડાવાદ કહેતો પરંતુ આજે એક નવી ઓળખ ઉભી કરી છે. સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ જે ધાર્યું તે પરિણામ મળશે. સાબરમતી નદી સૂકી હતી અને સર્કસ થતા તેમજ બાળકો ક્રિકેટ રમતાં હતા, કાંકરિયા તળાવનું પાણી પણ લીલું અને વાસ મારતું હતું. આજે ફરવાના શ્રેષ્ઠ સ્થળો બની ગયા છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now