Home International Ahmedabad Plane Crash Like Accident Soon After Takeoff Delta Flight Emergency Landing Engine Fire

ટેકઓફ પછી તરત અમદાવાદ પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના : વધુ એક બોઈંગે બૂમ પડાવી! એન્જિનમાં આગ લાગતા અફરાતફરી

ટેકઓફ પછી તરત અમદાવાદ પ્લેન ક્રેશ જેવી દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2025, 07:25 AM IST

Ahmedabad Plane Crashની દુર્ઘટનાને હજુ થોડો સમય થયો છે ત્યાં વધુ એક મોટી દુર્ઘટના સામે આવી. ફરી એક Boeing કંપનીના પ્લેનમાં ખામી સર્જાતા અકસ્માત થયો. જેને કારણે હાજારો ફૂટ ઉપર હવામાં મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો. અમદાવાદ પ્લેન ક્રેશની જેમ ટેક ઓફ થતાંની સાથે આ વખતે પણ બોઈંગ પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ. જેને કારણે હવામાં જ મુસાફરો અને પાયલટ બધાની હાલત બગડી.

શુક્રવારે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એટલાન્ટા જતી ડેલ્ટા એર લાઇન્સની ફ્લાઇટ DL446ને ટેકઓફ કર્યા પછી તરત જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. અહેવાલ મુજબ, આ ફ્લાઇટનું સંચાલન કરતી 24 વર્ષ જૂની બોઇંગ 767-400 (નોંધણી N836MH) એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી હતી.

ટેકઓફ પછી તરત જ એન્જિનમાં લાગી આગઃ

Aviation A2Zના અહેવાલ અનુસાર, વિમાનના ડાબા બાજુના એન્જિનમાં ટેકઓફ પછી જ આગ લાગવાની ઘટના સામે આવી. પાઇલટ્સે ફોરન એવિએશન સુરક્ષા નિયમો મુજબ ઇમરજન્સી જાહેર કરી અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંકલન કરી તરત જ વિમાનને પાછું લાવવાનું નક્કી કર્યું. આગની દ્રશ્યો જમીન પરથી લેવાયેલાં વીડિયો ફૂટેજમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા, જેના કારણે મુસાફરોમાં પણ ચિંતા જોવા મળી.

ATCના માર્ગદર્શન હેઠળ વિમાન પહેલા પેસિફિક મહાસાગર તરફ ગયું, ત્યારબાદ ડાઉની અને પેરામાઉન્ટ વિસ્તારથી ચક્કર લગાવીને પાછું ફર્યું. લેન્ડિંગ સમયે ઇમરજન્સી સેવાને એલર્ટ રાખવામાં આવી હતી. ફાયર ક્રૂએ તરત જ કાર્યવાહી કરી અને એન્જિનમાં લાગેલી આગ કાબૂમાં લીધી. આશ્ચર્યજનક રીતે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયો નથી.

ડેલ્ટા અને FAAનું નિવેદનઃ

ડેલ્ટાના પ્રવક્તાએ BBC સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ડેલ્ટા ફ્લાઇટ 446 ટેકઓફ પછી તાંદરસ્તી માટે લોસ એન્જલસ એરપોર્ટ પર પરત ફરેલી હતી, કારણ કે ડાબા એન્જિનમાં તકલીફના સંકેતો મળ્યા હતા.” ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ઘટનાની છટકી તપાસ શરૂ કરી છે. આ વિમાન General Electric CF6 એન્જિનથી સંચાલિત છે.

અગાઉ પણ આવી ઘટના ઘટી હતીઃ

નોધનીય છે કે આ વર્ષ દરમિયાન ડેલ્ટા એર લાઇન્સમાં એન્જિનમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ, ડેલ્ટાની ફ્લાઇટ DL105, જે એટલાન્ટાથી બ્રાઝિલના સાઓ પાઉલો જઇ રહી હતી, તેને પણ એન્જિનમાં આગ લાગવાને કારણે પરત ફરવું પડ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video