Home Gujarat Ahmedabad Ahmedabad Plane Crash Captain Sumit Sabharwal Last Moments Gujarati

"મડદાઘરમાં જે જોયું એ સૌથી મોટો પુરાવો હતો" : અમદાવાદ પ્લેન ક્રેશ પર પ્રત્યક્ષદર્શીનો પાયલટ સભરવાલ અંગે ચોંકાવનારો ખુલાસો

Ahmedabad Plane Crash
Published by: Vishal Dave
Last Updated: May 18, 2026, 09:18 AM IST

Ahmedabad Plane Crash Latest Update: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને આટલો સમય વીતી ચુક્યો છે. વિમાન દુર્ઘટના બાદ બોઇંગ કંપની દ્વારા પાયલોટને જવાબદાર ઠેરવી પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. એવામાં પાયલોટના પક્ષમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેણે આખી ઘટનામાં ફરી એકવાર પ્લેન કંપની, તેનુ મેન્યુફેક્ચરીંગ અને તેમાં બેદરકારી જેવા મુદ્દાઓને ફરી એકવાર સામે લાવ્યાં છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને પ્રત્યદર્શી જણાવ્યુંકે, પાયલટ કેપ્ટન સુમીલ સભરવાલ ના શવ ને મુર્દાઘરમાં જોયો હતો. તેઓ ત્યારે પણ વિમાનના સ્ટીયરિંગ કોલમને મજબૂતીથી પકડેલું હોય તેવું દેખાઈ રહ્યું હતું. પ્રત્યદર્શીએ કહ્યુંકે, મડદાઘરમાં મેં જે દ્રશ્યો જોયા એ ચોંકવાનારા હતા. છેલ્લાં શ્વાસ સુધી કેપ્ટન સમીત સભરવાલ પ્લેનનું મેઈન સ્ટીંગ બન્ને હાથથી જોરથી પકડીને બેસેલાં હતાં.

વડોદરા એરપોર્ટ પર ભારે હોબાળો: ઇન્ડિગો ફ્લાઇટમાં અચાનક એસી-લાઇટો બંધ, અડધો કલાક મુસાફરો ગૂંગળાયા

અમદાવાદમાં થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા હતા, જેમાં એર ઈન્ડિયાના અનુભવી પાઈલટ કેપ્ટન સુમિત સભરવાલનું પણ દુઃખદ અવસાન થયું હતું. હવે આ ઘટનાને લઈને નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મોર્ચ્યુરીમાં હાજર રહેલા એક સાક્ષીએ કેપ્ટન સભરવાલના અંતિમ ક્ષણો અને તેમની હાલત અંગે કરેલા દાવાઓએ ઘટનાને વધુ કરુણ બનાવી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, દુર્ઘટના બાદ જ્યારે મૃતદેહોને હોસ્પિટલ અને મડદાઘરમાં લાવવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર રહેલા કેટલાક કર્મચારીઓ અને સાક્ષીઓએ કહ્યું કે કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ ગંભીર રીતે દાઝેલી હાલતમાં હતો. ઘટનાની ભયાનકતા એવી હતી કે અનેક મૃતદેહોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવાની ફરજ પડી હતી.

'તારક મહેતા' ની અભિનેત્રીને કર્યા બીભત્સ મેસેજ! Insta Chat વાયરલ: 'લાલો' ના લાલા પર લાગ્યા ગંભીર આરોપ

ટેકઓફ બાદ જ થયો હતો મેયડે કોલ

પ્રાથમિક તપાસ અને DGCAના અહેવાલો અનુસાર, લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં ગંભીર ટેકનિકલ સમસ્યામાં ફસાઈ ગઈ હતી. પાઈલટ કેપ્ટન સુમિત સભરવાલે તરત જ “Mayday” કોલ કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ગંભીર ઇમરજન્સી સિગ્નલ માનવામાં આવે છે. એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો આ છેલ્લો સંપર્ક હતો. તેના પછી થોડા જ સેકન્ડોમાં વિમાન રડારમાંથી ગાયબ થઈ ગયું અને અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. ઘટનાસ્થળે જબરદસ્ત વિસ્ફોટ અને આગ લાગી હતી.

સુરતમાં ભાજપ યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખની હત્યા: ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા

30 વર્ષનો અનુભવ ધરાવતા હતા કેપ્ટન સભરવાલ

કેપ્ટન સુમિત સભરવાલ એર ઈન્ડિયાના સૌથી અનુભવી પાઈલટોમાં ગણાતા હતા. તેઓ પાસે લગભગ 15,000થી વધુ ફ્લાઈંગ કલાકોનો અનુભવ હતો. Boeing 777 અને Boeing 787 જેવા વિમાનો ઉડાડવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા. તેમના સહકર્મચારીઓએ તેમને અત્યંત શાંત, જવાબદાર અને મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપતા પાઈલટ તરીકે યાદ કર્યા છે. એર ઈન્ડિયાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે “કેપ્ટન, તમને હંમેશા યાદ કરવામાં આવશે.”

દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ

વિમાન દુર્ઘટનાને લઈને DGCA, AAIB અને એર ઈન્ડિયા દ્વારા અલગ-અલગ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અહેવાલોમાં ટેકનિકલ ખામી, એન્જિન થ્રસ્ટ લોસ અને ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમ સંબંધિત મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે. જોકે અંતિમ તપાસ અહેવાલ હજુ જાહેર થયો નથી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી લગભગ તમામ લોકોના મોત થયા હતા. માત્ર એક મુસાફર જીવિત બચ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. આ ઘટના ભારતના નાગરિક ઉડ્ડયન ઇતિહાસની સૌથી દુઃખદ દુર્ઘટનાઓમાંની એક ગણાઈ રહી છે.

માનવીય સંવેદનાઓને ઝંઝોળી નાખતી ઘટના

કેપ્ટન સુમિત સભરવાલ વિશે સૌથી વધુ ચર્ચાતી બાબત એ છે કે અંતિમ ક્ષણ સુધી તેઓ મુસાફરોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. એવિએશન નિષ્ણાતો કહે છે કે Mayday કોલ આપવો એ દર્શાવે છે કે પાઈલટ અંતિમ ક્ષણ સુધી પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મડદાઘરમાં હાજર રહેલા સાક્ષીઓના દાવાઓએ આ દુર્ઘટનાની કરુણતા વધુ સ્પષ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર પણ હજારો લોકો કેપ્ટન સભરવાલને “હીરો પાઈલટ” કહી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now