Home Gujarat Ahmedabad Notices Issued To 7 People Who Rented Out Residential Houses Five Houses Sealed

Ahemdabad:આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર માલિકો પર તવાઈ : 7 લોકોને નોટીસ અપાઈ, પાંચ મકાનો સીલ કરાયા

Ahemdabad:આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર માલિકો પર તવાઈ
Published by: OBS Bureau
Last Updated: Jul 12, 2025, 07:32 AM IST

અમદાવાદમાં આવાસના મકાનો ભાડે આપી દેવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ઘર વિહોણા લોકો માટે સરકાર અને મહાનગર પાલિકા દ્વારા આવાસો બાંધી આપ્યા છે. આ મકાનો કેટલાક લાભાર્થીઓ દ્વારા ભાડે આપી દેવામાં આવ્યા છે. મહાનગર પાલિકાના હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર રહેતા 174 લોકોને નોટિસ ફટકારાઈ છે. આ ઉપરાંત પાંચ મકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે અને સાત લોકોને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.

નોટીસ આપીને ખુલાસો માંગ્યો
અમદાવાદ મહાનગર પાલિકાના હાઉસિંગ એન્ડ ઈમ્પ્રૂવમેન્ટ કમિટીના ચેરમેને મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રની આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મકાનની ફાળવણી કરાઈ હતી. તેમાં કેટલાક લોકોએ ગેરકાયદે મકાનો ભાડે આપી દીધા હતાં. જેની અમને જાણ થતાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 174 મકાન ધારકોને નોટીસ આપીને ખુલાસો માંગ્યો છે અને ખુલાસો નહીં મળતા સીલની કાર્યવાહી પણ કરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now