Home Gujarat Ahmedabad Nikol Cricket Betting Racket Smc Raid 2 Arrested 46 Wanted

T20 Final પહેલા અમદાવાદમાં ક્રિકેટ બેટિંગ રેકેટનો ભાંડાફોડ : નિકોલમાં SMCનો દરોડો, 2 આરોપી ઝડપાયા, 46 શખ્સ વોન્ટેડ

T20 Final પહેલા અમદાવાદમાં ક્રિકેટ બેટિંગ રેકેટનો ભાંડાફોડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 10:00 AM IST

T20 World Cupની ફાઇનલ મેચ પહેલા અમદાવાદ શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજીના ગેરકાયદેસર રેકેટ સામે સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી કરી છે. નિકોલ વિસ્તારમાં SMC દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય અનેક લોકો સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે નિકોલ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ક્રિકેટ બેટિંગ ચલાવવામાં આવતું હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે સ્થળ પરથી મોબાઈલ, ટેબલેટ, લેપટોપ અને ટીવી સહિત કુલ અંદાજે 3.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોની મદદથી ક્રિકેટ મેચો પર ગેરકાયદેસર સટ્ટો ચલાવતા હતા. આ રેકેટમાં વિદેશી નંબરોનો ઉપયોગ કરીને અને અલગ અલગ બેટિંગ ID બનાવીને સટ્ટાબાજી ચલાવવામાં આવતી હતી.

પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સમગ્ર રેકેટમાં દિલ્હી સાથે જોડાયેલા કેટલાક લોકોની સંડોવણી પણ સામે આવી છે. પોલીસએ દિલ્હીના આકાશ અને અનિલ કોટક સહિત કુલ 46 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ સમગ્ર મામલે SMC દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ રેકેટનું નેટવર્ક અન્ય શહેરો સુધી પણ ફેલાયેલું હોઈ શકે છે.

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી મળેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને ડેટાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now