Home Gujarat Ahmedabad News The Lalla Bihari Case Row Will Now Reach Leaders Bangladeshi

5 મકાનમાં 4 પત્નીઓ સાથે રહેતો હતો બાંગ્લાદેશી ઘૂસણખોરોનો આકા : ‘મીની બાંગ્લાદેશ'ના ભૂૂમાફિયા લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો

5 મકાનમાં 4 પત્નીઓ સાથે રહેતો હતો બાંગ્લાદેશી ઘૂસણખોરોનો આકા
Published by: OBS Bureau
Last Updated: May 02, 2025, 01:06 PM IST

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ કરાવાતા બાંગ્લાદેશી ઘૂસણખોરોના રેકેટનો આકા લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ રાજસ્થાનથી ઝડપાયો.  નાસતા ફરતા લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો છે. ચંડોળા તળાવમાં મીની બાંગ્લાદેશનો આકા બનીને ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોને પનાહ આપતા લલ્લા બિહારીના ઝડપાયા બાદ અને તથ્યો સામે આવશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોનો આકા લલ્લા બિહારી 5 મકાનોમાં પોતાની 4 પત્નીઓ સાથે મોજથી રહેતો હતો. ચંડોળા તળાવમાં ગેરકાયદે રીતે આલિશાન ફાર્મ હાઉસ ઉભું કરીને ત્યાંથી લલ્લા બિહારી ચલાવતો હતો પોતાનું કાળા ધંધાઓનું સામ્રાજ્ય. 5 મકાનમાં 4 પત્નીઓ સાથે રહેતો હતો બાંગ્લાદેશી ઘૂસણખોરોનો આકા

ઘરમાંથી મળ્યું પૈસા ગણવાનું મશીન અને ભાડાની રસીદો અને દસ્તાવેજોઃ 

લલ્લા બિહારીના અમદાવાદ સ્થિત મકાનોમાં પોલીસે દરોડા પાડી મોટી સંખ્યામાં દસ્તાવેજો, બિલ બુકો, ભાડાની રસીદો, ભાડા કરાર અને પણ ખાસ કરીને પૈસા ગણવાનું મશીન જપ્ત કર્યું છે. આથી અંદાજ લાગી શકે કે આ રેકેટની પાછળ કેટલું મોટું નેટવર્ક કાર્યરત હતું.

પહેલાં દીકરાની ધરપકડ, હવે આરોપી બાપ પકડમાંઃ 
આ મામલામાં અગાઉ, 29 એપ્રિલે લલ્લાના પુત્ર ફતેહ મોહંમદની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસ લલ્લા બિહારી સુધી પહોંચી હતી. ફતેહ મોહંમદ પાસેથી લલ્લાના પાંચ મકાનના સરનામાં મળ્યા હતા, જે પાટણ, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં આવેલ છે.

રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ શંકાના ઘેરામાંઃ
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે લલ્લા બિહારીને માત્ર સ્થાનિક લોકો નહિ, પરંતુ કેટલાક રાજકીય નેતાઓ પણ મદદરૂપ બનતા હતા. આ નેતાઓના સહયોગથી જ બાંગ્લાદેશીઓને ભારતીય ઓળખપત્રો બનાવવામાં મદદ મળતી હતી. હવે પોલીસ આ રાજકીય તત્વોને પણ પૂછપરછ માટે બોલાવવાની તજવીજ કરી રહી છે. ઉપરાંત, સરકારી તંત્રના કોઈ અધિકારીઓ આ રેકેટમાં સંડોવાયા છે કે નહીં એ દિશામાં પણ તપાસ ચાલુ છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહંમદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીનાં 5 ઘરનાં સરનામાં મળ્યાં હતાં. લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેનાં પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યાં છે. આ સાથે લલ્લા બિહારી પ્રસંગમાં રાજસ્થાનના ગયો હોવાની વાત મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, પણ તે હાથ લાગ્યો નહોતો. પરંતુ હવે તે પોલીસ પકડમાં આવી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now