Home Gujarat Ahmedabad News Paldi Courier Office Parcel Blast

અમદાવાદના પાલડીમાં પાર્સલ બ્લાસ્ટ : ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં ધડાકો, સંચાલકો સામે કાર્યવાહીની શક્યતા

અમદાવાદના પાલડીમાં પાર્સલ બ્લાસ્ટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 12:52 PM IST

અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભેદી ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

મળતી માહિતી મુજબ ફાલ્કન ટ્રાવેલ્સ ઓફિસમાં આવેલા પાર્સલને ખોલવામાં આવતા જ તેમાં અચાનક ધડાકો થયો હતો. ધડાકાના કારણે ઓફિસની અંદરનો સામાન નુકસાન પામ્યો હતો અને આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધડાકો પાર્સલમાં રહેલા સિલિકોન સ્પ્રેની બોટલોમાં થયો હતો.

સંચાલકો સામે કાર્યવાહીની શક્યતા

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને કોને મોકલવાના હતા. જો કે, આ મામલે કંપનીની બેદરકારી જણાશે, તો પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now