Home Gujarat Ahmedabad News Gheekanta Metropolitan Court Bomb Threat

ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી : ફાયર વિભાગ-પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે, તંત્રમાં દોડધામ

ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 09:19 AM IST

અમદાવાદમાં ફરી એક વખત કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પરંતુ આ વખતે ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ ફાયરવિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ અમદાવાદ ફાયર વિભાગ અને બોમ્બ સ્કવોડ સહિત વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હાલમાં પરિસર કરાવીને શોધખોળ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત છે કે ઘી કાંટામાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, અત્યાર સુધી ગ્રામ્ય કોર્ટ અને હાઇકોર્ટને જ ધમકી મળી છે.

બોમ્બ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે

ઘી કાંટા ખાતે આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડ સહિતની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ અત્યાર સુધી શંકાસ્પદ કોઈ ચીજવસ્તુ નથી મળી આવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now