અમદાવાદના બોપલ વિસ્તારની એક સોસાયટીમાં કામ કરતી મહિલાની બાળકી સાથે તે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું.ઘટના અંગે સગીરાએ માતાને જાણ કરી અને ત્યારબાદ માતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધ્યો છે અને દુષ્કર્મના આરોપી સિક્યુરિટી ગાર્ડની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી છે.
માતાના કામ પર મોળા આવવાનો લાભ ઉઠાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું
બોપલ વિસ્તારની એક સોસાયટીમાં ઘરકામ કરતી એક મહિલા તેની દીકરીને લઈને રોજ કામ પર જતી અને ઘટનાના દિવસે બન્યું એમ કે માતાને આવતા મોડું થાય એમ હોવાથી દીકરી એકલી કામ પર આવી અને તેનો લાભ લઈ ને આ જ સોસાયટીમાં કામ કરતાં સિક્યુરિટી ગાર્ડે તે બિલ્ડિંગના ધાબા પર જબરજસ્તી લઈ જઈને તે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું આ અંગે તે દીકરીએ તેની માતાને જાણ કરી અને તેની માતા દ્વારા પોલસને ફરિયાદ કરાઇ હતી અને આરોપી પર પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તે નરાધમની બોપલ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી છે.
આરોપી સિક્યુરિટી ગાર્ડ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે
પીડિત દીકરીની માતાએ પોલીસને જાણ કરી અને તરત જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પોલીસે આજુબાજુમાં આવેલા CCTV ફૂટેજ ચકાશ્યા હતા અને જ્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યાં તપાસ કરી આરોપીની ઓળખ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડ વિનોદ જાટવ મૂળ રાજસ્થાનનો રહેવાશી છે અને ઘણા સમયથી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો તેની સામે પોલીસ પોકસો એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





