Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડાના 'ઢોંસાનું ખીરું' કેસમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પહેલાં પોલીસે બે બાળકીઓના મોત મામલે તેના પિતા વિમલ પ્રજાપતિની પુછપરછ કરી હતી. હવે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ તેની માતા ભાવનાને પણ પોલીસ લઈ ગઈ છે. પોલીસ દ્વારા ભાવના પ્રજાપતિની પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ હવે આ કેસમાં ઘૂંટાઈ રહેલાં રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે.
આ પણ વાંચોઃ મનપાની ચૂંટણી પતાવી દેશે ભાજપના આ ધારાસભ્યોની કારકિર્દી : 2027માં નહીં મળે ટિકિટ! પાર્ટીમાં છેક ઉપર સુધી પહોંચી ફરિયાદો
અગાઉ આ કેસમાં પોલીસ દ્વારા બે બાળકીઓના શંકાસ્પદ મોત મામલે તેના પિતા વિમલ પ્રજાપતિની 9 થી 10 કલાક સુધી સતત સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેમાં બાળકીઓના પિતાએ એકની એક જ વાતનું રણટ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેણે બાળકીઓની હત્યાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. લાંબી પૂછપરછ દરમિયાન વિમલ પ્રજાપતિએ ખીરુ ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી આ દુર્ઘટના બની હોવાનું પિતાનું એક જ રટણ રહ્યું હતું.
અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાના કેસમાં આજે બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ દરમિયાન ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ઝોન DCP, ACP અને PI સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાળકીઓની માતા ભાવના પ્રજાપતિની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત સાંજ સુધીમાં આ કેસનો FSL રિપોર્ટ આવવાની પણ શકયતા છે. એક તરફ માતાની પૂછપરછ અને બીજી તરફ ફોરેન્સિક રિપોર્ટ આ બન્ને બાબતો આ કેસના તમામ રહસ્યો ખુલ્લા પાડી શકે છે.
શું છે સમગ્ર ઘટના?
ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. ત્યાર બાદ માતા-પિતાના બ્લડના સેમ્પલનો FSL રિપોર્ટ આવ્યો અને અને ચોંકાવનારી બાબતો સામે આવી.
'ઢોંસાનું ખીરું' કેસની ટાઈમ લાઇનઃ જાણો ક્યારે શું થયું?
1 એપ્રિલે ઘનશ્યામ ડેરીમાંથી સાંજે ખીરું ખરીધું
1 એપ્રિલ વિમલ પ્રજાપતિએ ખીરુંના ઢોસા ખાધા
2 એપ્રિલએ તેના પત્ની ભાવનાબેન અને 4 વર્ષની દીકરી મીશ્રીએ ઢોસા ખાધા
૩ એપ્રિલે તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા
4 એપ્રિલે અઢી મહિનાની દીકરી રાવજીનું મોત
5 એપ્રિલ 4 વર્ષની દીકરી મીશ્રીનું મોત
6 એપ્રિલે સવારે પરિવારના ઘનશ્યામ ડેરી પર આક્ષેપ
6 એપ્રિલે બપોરે પોલીસ-FSLની ટીમે સેમ્પલ લીધા
7 એપ્રિલે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો
FSLની ટીમે ઘરમાંથી વસ્તુઓ કબજે કરી પોલીસે બાળકીઓના માતા-પિતાના નિવેદન નોંધ્યા
8 એપ્રિલે માતા-પિતાના બ્લડ રિપોર્ટમાં ઉંઘની દવાનું કન્ટેન્ટ મળ્યું
શંકા ઉપજાવતા સવાલો:
1 એપ્રિલે જો ખીરું લઈ ગયા હોય તો 2 દિવસ બાદ પરત આપવા કેમ ગયા?
6 લોકોના પરિવાર માટે ૩ કિલો ખીરુંની જરૂર કેમ પડી?
પ્રાથમિક સારવારમાં તબિયત સારી થઈ ગઈ તો ફરી તબિયત કેવી રીતે લથડી?
4 એપ્રિલે અઢી મહિનાની દીકરીના મોતની પોલીસને જાણ કેમ ના કરી?
5 એપ્રિલે મોટી દીકરીનું મોત, માતા-પિતા ક્યારે હોસ્પિટલમાં દાખલ થયા?
ઢોસો ખાધા બાદ માતા બીમાર થઈ, તો 2.5 મહિનાની બાળકીને કેમ અસર થઈ?
5 દિવસ સુધી પરિવાર કેમ ચૂપ રહ્યો?
જે ડેરીમાંથી ખીરું ખરીધું ત્યાં બીજા ગ્રાહકોની ફરિયાદ કેમ ના આવી?
ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો
પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી. જોકે, ઘટના સામે આવતા પોલીસને શંકા જતા ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ પોલીસ દ્વારા તપાસ અર્થે કબ્જે લેવામાં આવી





