Home Gujarat Ahmedabad Naroda Banned Currency Seizure 90 Lakh Wagonr Arrest

અમદાવાદ નરોડામાંથી પકડાયા 90.15 લાખના 500-1000 ની બંધ નોટો : ચોક્કસ બાતમીના આધારે 2 ને દબોચ્યા

અમદાવાદ નરોડામાંથી પકડાયા 90.15 લાખના 500-1000 ની બંધ નોટો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 02:23 PM IST

અમદાવાદમાં હોળી-ધુળેટી નિમિત્તે કડક પેટ્રોલિંગ દરમિયાન મોટી કામગીરી સામે આવી છે. નરોડા પોલીસ સ્ટેશન હેઠળ ગેલેક્સી ચાર રસ્તા નજીકથી ₹90.15 લાખના બંધ ભારતીય ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે ગેલેક્સી આર્કેડ રોડ પર વેગનાર કારમાં ચાર ઇસમો ભારત સરકાર દ્વારા બંધ કરાયેલ ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને ગાડીને કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને જોઈ બે ઇસમો ફરાર થઈ ગયા હતા, જ્યારે અન્ય બંને ઝડપાયા હતા. તેમની ઓળખ અનીલ લીલા સોમા દેસાઈ (રબારી) (ઉ.વ. 22) અને (2) કૃષ્ણપાલસિંહ ભાવસિંહ વીરમસિંહ સોઢા (ઉ.વ. 28) તરીકે થઈ છે.

શું મળ્યું મુદામાલ?

બંને પાસેથી ₹1000ની દરની 4,350 બંધ નોટો, ₹500ની દરની 9,100 બંધ નોટો જેની કુલ કિંમત ₹89,00,000 સાથે વેગનાર કાર (અંદાજિત કિંમત ₹1,00,000) અને 2 મોબાઇલ ફોન (₹15,000) એમ કુલ મળી ₹90,15,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now