Home Gujarat Ahmedabad Mosquito Epidemic Monsoon Problems Amc

અમદાવાદમાં ચોમાસું આવતાની સાથે જ રોગચાળો વકર્યો : મચ્છરજન્ય રોગચાળામાં શહેરભરમાં વધારો નોંધાયો છે

અમદાવાદમાં ચોમાસું આવતાની સાથે જ રોગચાળો વકર્યો
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 12:48 PM IST

Ahmedabad: અમદાવાદમાં ચોમાસું બેસતાંની સાથી જ રોગચાળામાં ભારે વધારો નોંધાયો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય બિમારીઓ અને અન્ય બીમારીઓ જેવી કે ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ, કમળો અને કોલેરા જેવા રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે.AMC દ્વારા પરિસ્થિતીને કાબુમાં લાવવા વિવિધ કવાયતો કરાઇ રહી છે જેમાં AMC નો આરોગ્ય વિભાગ સોસાયટીઓ,રહેણાંક વિસ્તાર અને ભોંયરામાં મચ્છરના બ્રિડની તપાસ શરૂ કરશે જેથી રોગચાળો વધુ ફેલાય નહીં.

અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા?

જુલાઈ માસમાં સાદા મેલેરિયાના 4, ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા ઝાડા ઉલ્ટીના 184 કેસ, ટાઈફોઈડના 92 કેસ અને કમળાના 69 કેસ નોંધાયાઅને રામોલ,વટવા,હાથીજણ અને સરસપુરમાં કોલેરાના કેસ નોંધાયા જુલાઈમાં કોલેરાના 6 કેસ 
AMCના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું કે, રોગચાળો વકરે નહીં તે માટે AMC દ્વારા વિવિધ કવાયતો હાથ ધરાઇ રહી છે જેમાં ઘરે ઘરે જઈ મચ્છરોનું બ્રીડિંગ ન થાય તેની તપાસ કરી તેનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દવાઓનો છંટકાવ થઈ રહ્યો છે અને કોઈપણ નાગરિકને મચ્છરજન્ય સમસ્યાઓની જાણ કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, હવે 155 303 નંબર પર કોલ કરી માહિતી આપી શકો છો અને ત્યારબાદ ત્યાં કોર્પોરેશન દ્વારા ફોગીંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.

કયા થાય છે મચ્છરોનું વધારે પ્રમાણમાં બ્રીડિંગ?

1) સોસાયટીઓ,રહેણાંક વિસ્તાર અથવા એપાર્ટમેન્ટના ધાબા પર
2)પડી રહેલ ભંગારમાં
3 )જ્યાં પાણીનો નિકાલ સરખી રીતે ન થાય ત્યાં
4 )પક્ષીઓ અને પ્રાણીઓને પીવાના પાણી આપતા ચબૂતરા જ્યાં ચોખ્ખું પાણી હોય છે તેવી જગ્યાઓ પર વધારે મચ્છરોની બ્રીડીંગ જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now