Home Gujarat Ahmedabad Kalupur Trains Will Not Depart From July 5

5 જુલાઈથી કાલુપુરથી ઉપડતી કેટલીક ટ્રેનો નહી ઉપડે! : રી-ડેવલપમેન્ટના કારણે નિર્ણય, જુઓ ફટાફટ લિસ્ટ

5 જુલાઈથી કાલુપુરથી ઉપડતી કેટલીક ટ્રેનો નહી ઉપડે!
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 07:31 AM IST

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રી-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઉપડતી કેટલીક ટ્રેનોને લઈ સ્થળાંતરિત કરાઈ છે. RLDA દ્વારા આ કામ માટે 5 જુલાઈ 2025થી 12 સપ્ટેમ્બર 2025 સુધી, એટલે કે 70 દિવસ સુધી પાઇલિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે આ સમય દરમિયાન કાલુપુરથી ઉડપતી કેટલીક ટ્રેનો હવે અન્ય સ્ટેશનથી ઉપડશે, જુઓ વિગતે ટ્રેનોનું લિસ્ટ
સ્થળાંતરિત ટ્રેનોની વિગતો
ટ્રેન નંબર 12932 – અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 7 જુલાઈ 2025થી મણિનગરથી ઉપડશે.
ટ્રેન નંબર 12931 – મુંબઈ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 5 જુલાઈ 2025થી વટવા સ્ટેશન પર સાંજે 21:20 કલાકે પહોંચશે, અને હવે કાલુપુર સ્ટેશન નહીં જાય.
ટ્રેન નંબર 19034 – અમદાવાદ-વલસાડ ગુજરાત કવીન એક્સપ્રેસ 5 જુલાઈ 2025થી મણિનગરથી સાંજે 18:20 કલાકે ઉપડશે.
ટ્રેન નંબર 22953 – મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5 જુલાઈ 2025થી વટવા સ્ટેશન પર બપોરે 14:20 કલાકે પહોંચશે, કાલુપુર નહીં જાય.
રેલવે PROનું નિવેદન
રેલવે ડિવિઝન PRO અજય સોલંકીએ જણાવાયું કે, ''કાલુપુર રેલવે સ્ટેશન પર રી-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે 5 જુલાઈથી બ્લોક લેવામાં આવશે, એટલે કે,આ સમયગાળામાં કાલુપુર સ્ટેશનથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરાયો છે. મુસાફરી કરતા પહેલા ટ્રેનોના સમય અને સ્ટોપેજની વિગતો જરૂર તપાસી લે. જે માટે આ વેબસાઈટ પર www.indianrail.gov.inની મુલાકાત લઈ શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now