Home Gujarat Ahmedabad Kalupur Man Arrested For Video Taping Girl Taking Bath

અમદાવાદ કોટ વિસ્તારમાં ઝડપાયો લબર મૂછીયો : નાહવા ગયેલી યુવતીનો વીડિયો ઉતારવો પડ્યો ભારે

અમદાવાદ કોટ વિસ્તારમાં ઝડપાયો લબર મૂછીયો
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 01:21 PM IST

રાજ્યમાં અવારનવાર છેડતી, દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદના કોટ વિસ્તારમાં એક છેડતીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક લબર મૂછીયો બાથરૂમમાં નાહવા ગયેલી યુવતીનો વીડિયો ઉતારતો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે હાલ આરોપી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી 19 વર્ષથી યુવતી ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. યુવતી સવારના સમયે તેના ઘરે એકલી હતી અને બાથરૂમમાં નાહવા ગઈ હતી. બાથરૂમની ઉપરની છત ખુલ્લી હતી. આ દરમિયાન યુવતીની નજર છત પર પડી તો પડોશમાં રહેતો દીપક શર્મા નામનો યુવક યુવતીને જોઈ રહ્યો હતો અને તેના મોબાઈલમાં યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો, જેથી યુવતીએ બૂમાબૂમ કરી તો દીપક ત્યાંથી નાસી ગયો હતો.યુવતીએ બાથરૂમમાંથી બહાર નીકળીને આસપાસના પડોશીઓને જાણકારી હતી અને તેના મામાને પણ ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.

આ ઘટના બાદ તમામ લોકો ભેગા થતાં યુવતીએ દીપકની હરકત અંગે જાણ કરી હતી. અગાઉ પણ દીપક આ જ રીતે યુવતી નહાતી હતી, ત્યારે તેનો વીડિયો ઉતારી રહ્યો હતો. જેથી યુવતીએ આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં દીપક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ટેમ્પો ડ્રાઈવર છે અને અમદાવાદમાં એકલો રહે છે, જ્યારે તેનો પરિવાર રાજસ્થાનમાં રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now