Home Gujarat Ahmedabad Ahmedabad Icse Result Delay Seventh Day School

અમદાવાદની સ્વેન્થ ડે સ્કૂલનાં 1200 વિદ્યાર્થીનું અટવાયું પરિણામ : વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા

સેવન્થ ડે સ્કૂલનાં બોર્ડની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 01, 2026, 07:37 AM IST

અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે ચિંતા ઊભી કરતી ઘટના સામે આવી છે, જેમાં સેવનથ ડે સ્કૂલના ધોરણ 10ના આશરે 1200 વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું છે. આજે ICSE બોર્ડ દ્વારા દેશભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું પરંતુ આ શાળાના વિદ્યાર્થીઓને પરિણામ મળી શક્યું નથી જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ગૂંચવણ અને ચિંતા સર્જાઈ છે.

પરિણામ જાહેર થવાના દિવસે જ આ પ્રકારની સ્થિતિ સર્જાતા અનેક પરિવારોમાં અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. જેમને આગળના પ્રવેશ, સ્ટ્રીમ પસંદગી અને કારકિર્દી સંબંધિત નિર્ણયો લેવા માટે પરિણામ જરૂરી છે.

આ પણ વાંચો: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હોસ્ટેલથી રહસ્યમય રીતે લાપતા : રૂ.1600ના ટ્રાન્ઝેક્શન બાદ મોબાઈલ સ્વીચ ઓફ થતા રહસ્ય ઘેરાયું

વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા

પરિણામ અટવાતા શાળા બહાર અને ઓનલાઇન પ્લેટફોર્મ પર વાલીઓ અને વિદ્યાર્થીઓ સતત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક વાલીઓએ શાળા સંચાલન સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.

ટેક્નિકલ ખામી પ્રાથમિક કારણ

આ પણ વાંચો: કેનેડામાં વિઝાના નિયમો કડક થયા : નવા નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, જાણો શું છે નવા ઈમિગ્રેશન નિયમો

પ્રાથમિક માહિતી મુજબ ICSE બોર્ડે ટેક્નિકલ કારણોને કારણે પરિણામ અટવાયું હોવાની શક્યતા વ્યક્ત કરી છે. હજુ સુધી સત્તાવાર રીતે સંપૂર્ણ કારણ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ વાલીઓ હાલ શાળાના સંચાલન અને બોર્ડ વચ્ચે સતત સંપર્ક ચાલી રહ્યો છે.

શાળાના પ્રિન્સિપાલ રોબિનસને જણાવ્યું કે આ સમસ્યા માત્ર અમદાવાદની એક જ શાળા સુધી મર્યાદિત નથી. દેશભરની કુલ 11 શાળાઓમાં આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. અમે સતત ICSE બોર્ડ અને વાલીઓ સાથે સંપર્કમાં છીએ. આશા વ્યક્ત કરું છું કે આજના જ દિવસમાં પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો: PM મોદી 11 તારીખે લેશે ગુજરાતની મુલાકાત : 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામનું કરશે લાકોર્પણ, જાણો સરદારધામની વિશેષતા

શિક્ષણ પ્રણાલીમાં ટેક્નોલોજી પર વધતી નિર્ભરતા

આ ઘટના ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કરે છે કે ડિજિટલ સિસ્ટમ્સ પર વધતી નિર્ભરતા વચ્ચે ટેક્નિકલ ખામીઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કેટલો પ્રભાવ પાડી શકે છે. બોર્ડ પરીક્ષાઓ જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં આવી ખામીઓ ગંભીર પરિણામો લાવી શકે છે.

પરીક્ષા પરિણામ જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં બેકઅપ સિસ્ટમ અને મલ્ટી-લેયર વેરિફિકેશન મિકેનિઝમ હોવો જરૂરી છે, જેથી આવી પરિસ્થિતિઓ ટાળી શકાય. હાલમાં તમામની નજર ICSE બોર્ડ પર છે કે તે આ ટેક્નિકલ સમસ્યાનું સમાધાન ક્યારે કરે છે. જો આજે જ પરિણામ જાહેર થાય છે, તો વિદ્યાર્થીઓ માટે રાહતની વાત રહેશે. પરંતુ વિલંબ વધે તો આ મુદ્દો વધુ ગંભીર બની શકે છે. રાજ્ય સ્તરે પણ આ મુદ્દે ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સીધા પ્રભાવિત થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now