Home Gujarat Ahmedabad Heavy Rain In Low Lying Areas Flooded

અમદાવાદમાં વરસાદની ધબધબાટી : નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

અમદાવાદમાં વરસાદની ધબધબાટી
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2025, 06:28 AM IST

રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. આજે સવારથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધમધોકાર વરસાદ શરૂ થયો છે. ગુરૂકુળ, વસ્ત્રાપુર, રાણીપ, નિકોલ, અખબાર નગર, નવા વાડજ અને નજીકના વિસ્તારોમાં વરસા વરસ્યો છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


અમદાવાદમાં વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયો છે. જેના પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સોલા, સાયન્સ સિટી, ચાંદખેડા , એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના બોપલ, ઘૂમા, થલતેજ વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જામ્યો છે

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

શહેરમાં વરસેલા જોરદાર વરસાદના પગેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીના વોકળા ચાલતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ વાહન ચાલકોને વાહનો બંધ થઈ જતા હાલાકીનો સામનો કરવાનો વારો પણ આવ્યો હતો.

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના પગલે મીઠાખડી અંડર પાસ બંધ કરવાની ફરજ પડી છે. તેમજ વાસણા બેરેજ 127-5 ફટની સપાટી પહોંચી છે

વટવામાં 4 ઈંચ

રામોલમાં 4 ઈંચ

વાસણામાં 3 ઈંચ

ઓઢવમાં 3 ઈં

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now