Home Gujarat Ahmedabad Heatwave Alert Temperature 40 Degree Imd Forecast

અમદાવાદમાં હીટવેવ એલર્ટ : 40°C પહોંચશે તાપમાન, IMD એ આપી ચેતવણી

અમદાવાદમાં હીટવેવ એલર્ટ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 12:27 PM IST

અમદાવાદમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે. India Meteorological Department (IMD) દ્વારા શહેરમાં 12 માર્ચથી 13 માર્ચની સવારના 8:30 વાગ્યા સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયગાળા દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન આશરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન લગભગ 23 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

આગામી 7 દિવસનું હવામાન અનુમાન

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 13 માર્ચથી 19 માર્ચ 2026 દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 37થી 40 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 22થી 24 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. જેના કારણે આગામી દિવસોમાં ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ શકે છે.

ગરમીથી બચવા માટે શું કરવું

કાળઝાળ ગરમીમાં લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે.

શું કરવું (Dos):

  • તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવું

  • હળવા રંગના ઢીલા અને સુતરાઉ કપડા પહેરવા

  • બહાર નીકળતી વખતે ચશ્મા, છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો

  • લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી અથવા ORS જેવા પીણાં પીવા

શું ન કરવું (Don’ts):

  • બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું

  • વધુ ગરમીમાં ભારે શારીરિક કામ ન કરવું

  • ચા, કૉફી અને કાર્બોનેટેડ પીણાં ઓછા લેવાં

  • વાસી ખોરાક અથવા વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળવો

  • નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોને વધુ ગરમીમાં બહાર ન લઈ જવું

હવામાન વિભાગે લોકોને અનાવશ્યક રીતે બહાર ન નીકળવાની અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now