અમદાવાદનાં હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે રેસિડેન્સીમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકીને બચકા ભરતા તેનું મોત નિપજ્યું છે. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.
આ ઘટના બાદ સોસાયટીના સભ્યોએ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે જેમાં જણાવ્યું છે કે, કૂતરું કરડવાના કારણે ફ્લેટ નંબર G 205 રહેતી નાની બાળકીનું મૃત્યુ થયું છે. સોસાયટીમાં કુતરાનો વધારે ત્રાસ હોવાથી કૂતરનાં માલિકો પર પર કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી છે. અગાઉ પણ કુતરાના કારણે સોસાયટીના ઘણા સભ્યોને ખૂબ જ હેરાનગતિ થઈ હતી. અનેક લોકોને શ્વાને બચકા ભર્યા છે.
ઉપરાંત આ પાલતુ શ્વાનના જે માલિક છે તેઓએ શ્વાનનું કોઈ જાતનું રજીસ્ટ્રેશન કરેલું નથી અને સોસાયટીમાં આ લગભગ ત્રીજી - ચોથી વાર આવો બનાવો બની ચૂક્યો છે, તેથી આ પાલતુ શ્વાનના માલિકને બને એટલી કડક સજા થવી જોઈએ.






