Home Gujarat Ahmedabad Deo Important Circular To Keep Children Away From Mobile Phones In

અમદાવાદમાં બાળકોને મોબાઇલથી દૂર રાખવાની પહેલ : DEOએ કર્યો મહત્વપૂર્ણ પરિપત્ર

અમદાવાદમાં બાળકોને મોબાઇલથી દૂર રાખવાની પહેલ
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 06:27 AM IST

વર્તમાન સમયમાં બાળકોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. સ્કૂલના સમયમાં પણ ઘણી વાર વિદ્યાર્થીઓ ફોનમાં ડૂબેલા જોવા મળે છે. આ સ્થિતિમાં તેમના અભ્યાસ, આરોગ્ય અને વ્યાવહારિક જીવન ઉપર નકારાત્મક અસર પડી રહી છે. ત્યારે આ મામલે હવે અમદાવાદ DEOએ ગંભીરતાથી વિચાર કરી મહત્વની પહેલ કરી છે. અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ શાળાઓને એક પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. આ પરિપત્રમાં શાળાઓને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તેઓ બાળકોને સપ્તાહમાં એક દિવસ બાળકને મોબાઇલથી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવડાવે.


DEOએ પરિપત્ર કર્યો

DEOએ શાળાઓમાં દરેક બાળકને સપ્તાહમાં એક દિવસ માટે મોબાઇલથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવાની સૂચના આપી છે. આ પ્રતિજ્ઞા શાળામાં શિક્ષકો દ્વારા લેવડાવવાની રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોના મોબાઇલ વપરાશમાં ઘટાડો લાવવાનો છે, જેથી તેઓ વધુ એકાગ્ર બની શકે, પઠન-લેખનમાં રસ લાવે અને પરિવાર તથા મિત્રો વધુ સમય પસાર કરી શકે.


અમદાવાદના DEOની મહત્વપૂર્ણ પહેલ

અમદાવાદમાં બાળકોમાં મોબાઇલનો ઉપયોગ ઘટાડવા અમદાવાદના DEOની મહત્વપૂર્ણ પહેલ સામે આવી છે. જેના પગલે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. બોળકો સપ્તાહમાં એક દિવસ મોબાઈલથી દૂર રહે તેવી પ્રતિજ્ઞા લેવડાવાનું પણ શાળાઓને કહેવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now