Home Gujarat Ahmedabad Cyber Crime Police Busts Thakrar Gang Converting Money Into Cryptocurrency

અમદાવાદ સાયબર ક્રાઇમના સંકજામાં “ઠકરાર ગેંગ” : નાણાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દેશ બહાર મોકલતા, GCTOC હેઠળ કાર્યવાહી, મોડસ ઓપરેન્ડી ચોંકવનારી!

અમદાવાદ સાયબર ક્રાઇમના સંકજામાં “ઠકરાર ગેંગ”
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 10:03 AM IST

અમદાવાદ પોલીસની હાથે મોટી સફળતા લાગી છે. કરોડોના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી ટ્રાનઝેકશન દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગના કુલ 7 આરોપીઓ દબોચી લેવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ આચરતી ગેંગના કુલ 7 વિરૂદ્ધ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર દ્વારા ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરી છે.


ગુનાહિત પ્રવૃત્તિ આચરતા આરોપીના નામ

1. સાવન સ/ઓ ત્રિભોવનદાસ ઠકરાર

2. ધવલ સ/ઓ ત્રિભોવનદાસ ઠકરાર

3. ગોવિંદ સ/ઓ ભુરીયાભાઇ રાવલ (નાથ)

4. બ્રિજરાજસિંહ સ/ઓ કિશોરદાન ગઢવી

5. કેવલ સ/ઓ દશરથદાન ગઢવી

6. હસમુખ ઉર્ફે હિતેષ સ/ઓ હિમંતભાઇ નસીત(પટેલ)

7. દુબઇ સ્થિત આરોપી મિલન

મોડસ ઓપરેન્ડી ચોંકવનારી!

  • સૌ પ્રથમ આ ગુનાહિત પ્રવૃતિ કરનાર ચાઇનીઝ ગેંગના સંપર્કમાં રહેલ દુબઇ સ્થિત આરોપી મિલન "ઠકરાર ગેંગના” મુખ્ય કર્તાહર્તા સાવન અને ધવલ ઠકરાર નાઓ દ્વારા ઓપરેટ કરવામાં આવતા જુદી જુદી વ્યક્તિઓના ખાતામાં ફ્રોડની એમાઉન્ટ નાખતો હતો.

  • જે ફ્રોડની એમાઉન્ટ સાવન અને ધવલ ઠકરાર નાઓ દ્વારા ઓપરેટ કરવામાં આવતા ખાતામાં આવ્યા બાદ આ ફ્રોડની રકમ ઘણીવાર આ આરોપીઓ પોતે તેમજ તેના મળતિયા માણસો કેવલ ગઢવી, ગોવિંદ જે તે બેંકના એ.ટી.એમ મારફતે, ચેક દ્વારા, સી.એમ.એસ મારફતે કેસ વિડ્રો કરી મેળવતા હતા.

  • જે ફ્રોડની રકમ વિડ્રો કર્યાબાદ આ રકમ આંગડીયા પેઢી મારફતે આરોપી બ્રીજરાજ અને હસમુખ નસીતને મોકલી આપવામાં આવતી હતી. જે રકમ મેળવી આરોપી બ્રીજરાજ અને હસમુખ નસીત જે તે રકમને ક્રીપ્ટોકરન્સી(યુ.એસ.ડી.ટી) માં કનવર્ટ કરતા હતા.

  • આરોપી બ્રીજરાજ અને હસમુખ ફ્રોડ રકમની ક્રીપ્ટોકરન્સી(યુ.એસ.ડી.ટી)માં કનવર્ટ કર્યાબાદ તે યુ.એસ.ડી.ટી આરોપી સાવન અને ધવલ દ્વારા પોતાના ક્રીપ્ટોવોલેટમાં અથવા તેઓને દુબઇ સ્થીત આરોપી મિલન દ્વારા જે ક્રીપ્ટોવોલેટ આપવામાં આવતા હતા તેમા આ યુ.એસ.ડી.ટી મોકલી આપતા હતા.

ત્રણ પ્રકારના એજન્ટ રાખતા

કમ્બોડીયા અને મ્યાનમારથી ભારતભરમાં ડીજીટલ એરેસ્ટ, શેર માર્કેટ સ્કેમ, પાર્ટ ટાઇમ જોબ ફ્રોડ વિગેરે જેવા ગુના આ લોકો ત્રણ પ્રકારના એજન્ટો રાખતા હતા. (1) એવા એજન્ટ જે તેમને મ્યુલ બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરે કે જેમા તેઓ વિક્ટીમ સાથે કરેલ ફ્રોડના નાણા જમા કરાવતા હોય છે. (2) એવા એજન્ટ કે જે ચાઇનીઝ ગેંગ દ્વારા ફ્રોડના નાણા ભારતિય બેંક ખાતામાં મેળવવામાં આવે છે તે ભારતીય નાણુ ક્રિપ્ટોકરન્સી જેમ કે યુ.એસ.ડી.ટીમાં કન્વર્ટ કરી આપી તે નાણા વિદેશમાં બેઠેલ ચાઇનીઝ ગેંગના સભ્યો સુધી પહોચાડે. (3) એવા એજન્ટ કે જે તેમને ફ્રોડ કરવા માટે જરૂરી સીમકોર્ડ ઉપલબ્ધ કરાવે.

આ કલમો હેઠળ ગુનો નોંધ્યો

ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 61, 204, 308(2), 318(2), 319(2), 336(2), 336(3), 340(2) તથા ધી આઇ.ટી. એકટ કલમ 66(સી), 66(ડી) મુજબનો (ડીજીટલ એરેસ્ટ) નો ગુનો દાખલ કરવામાં આવ્યો.

300 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ખુલ્યું

આ સાયબર ગેંગ દ્વારા 300 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમજ સમગ્ર દેશમાં આ ગેંગ વિરુદ્ધ 404 જેટલા કેસ પણ નોંધાયેલા છે. અલગ અલગ લોકો પાસે 16 કરોડની ઠગાઈ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. મોબાઈલ, 49 સીમકાર્ડ, 89 સર્ટિફિકેટ, એક કેસ કાઉન્ટર મશીન અને 37 લાખ રોકડ પોલીસે જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં 54 લાખ, ગાંધીધામમાં 1 કરોડ અને અમદાવાદમાં 21 લાખની ઠગાઈ કર્યાનો પણ ખુલાસો થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now