Home Gujarat Ahmedabad Court Premises Police Action In Case Of Beating Of Accused

કોર્ટ પરિસરમાં આરોપીને માર મારવાના કેસમાં પોલીસ કાર્યવાહી : ચાર ઇસમો સામે ગુનો નોંધાયો, બેકાબૂ બનેલા ટોળાએ આરોપીને માર માર્યો હતો

કોર્ટ પરિસરમાં આરોપીને માર મારવાના કેસમાં પોલીસ કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 07:26 AM IST

અમદાવાદના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે ગંભીર અકસ્માત સર્જીને બે વ્યક્તિના જીવ લેનાર રોહન સોનીને ગઈકાલે મંગળવારે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન લોકોના ટાળાએ એકાએક પોલીસની હાજરીમાં અકસ્માતના આરોપીને કોર્ટ પરિસરમાં જ ધીબી નાંખ્યો હતો. જે મામલે પોલીસે હવે કડક કાર્યવાહી કરી છે. આરોપીને માર મારવાના ગુનામાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ચાર ઇસમો સામે પોલીસે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ ચાર સામે ગુનો નોંધાયો

આદિલ શેખ,

ઉજેફ અજમેરી,

શાહિદ મિર્ઝા

આયમન અજમેરી

મેટ્રો કોર્ટમાં જ આરોપીને માર માર્યો હતો

મંગળવારે આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે લોકોએ મેટ્રો કોર્ટમાં જ આરોપી રોહન સોનીને માર માર્યો હતો. તે દરમિયાન પોલીસે મહા મહેનતે બચાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો.


ભારે જહેમત બાદ પોલીસ આરોપીને મેટ્રો કોર્ટની અંદર લઈ ગઈ હતી

પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી હતી જ્યાં પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતાં જ લોકોએ આરોપી રોહન સોનીને માર મારવાનો અને ધક્કા મુકી કરવાનું શરૂ કરી દીધો હતો. લોકોના મારથી બચાવવા પોલીસ દોડતી થઈ હતી અને ઓરપીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ભારે જહેમત બાદ પોલીસ આરોપીને મેટ્રો કોર્ટની અંદર લઈ ગઈ હતી. આરોપી વિરુદ્ધ ઓવરસ્પીડ, કારમાં ડાર્ક ફિલ્મ, ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવા તેમજ પોલીસ સાથે ઘર્ષણ જેવા અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે.

જાણો સમગ્ર ઘટના

નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે 10 ઓગસ્ટની મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. એક્ટિવા પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને રોહન સોનીએ બ્રેઝા કારથી ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક અને તેની પાછળ બેઠેલો યુવક 100 ફૂટ સુધી ફંગોળાયા હતા, જેમાં બંને યુવકોના મોત થયા હતા. જે બાદ પોલીસે આરોપી રોહન સોની ધરપકડ કરી મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો હતો જે દરમિયાન કોર્ટ પરિસરમાં આરોપીને લોકાના ટોળાએ માર માર્યો હતો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now