Home Gujarat Ahmedabad City Small And Big Roads And Paths Was Carried Out Repair Work

અમદાવાદ શહેરમાં માર્ગોની મરામત : નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ કામગીરી હાથ ધરાઈ

અમદાવાદ શહેરમાં માર્ગોની મરામત
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 11:56 AM IST

રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા હતો. જેના પગલે હવે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે, ખાડાપૂરાણ શરૂ કરાયું છે.



માર્ગોની મરામત કામગીરી શરૂ કરાઈ
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.



અમદાવાદ આ વિસ્તારોમાં ખાડાપૂરાણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાંથી ડામરનો ઉપયોગ કરી રોડ રસ્તા સરખા કરવામાં આવી રહ્યા છે, જેમાં ઠક્કરનગર રોડ, શાહિબાગ, અસારવા, વલ્લભસદન, પાલડી ક્રોસ રોડ, વતન ગલી રોડ અમરાવાડી, વાડિલાલ હાઉસ મીઠાખળીનો સમાવેશ થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now