અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ પરિસ્થિતિમાં બાળકોને બચાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન બે દિવસ સુધી ચલાવવામાં આવ્યું અને તેના અંતે કુલ 39 બાળકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
39 બાળકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા
આ વિશેષ કામગીરી માટે મહિલા સેલ, એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને શહેરના વિવિધ ઝોન પોલીસ સ્ટેશનોના યુનિટો કામગીરી હાથ ધરી હતી. અમદાવાદ શહેર પોલીસ શહેરમાં તમામ બાળકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધત છે અને બાળ સંવેદનશીલતાનો સામનો કરવા આવા અભિયાન ચાલુ રાખશે તેવી વિગતો પણ અમદાવાદ પોલીસે આપી હતી.
વિગતો બાળ કલ્યાણ સંસ્થાઓ સાથે સંકલિત કરવામાં આવી
પોલીસના વિવિધ યુનિટોના સહયોગથી હાથ ધરવામાં આવેલી આ સક્રિય પહેલના પરિણામે 39 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવવામાં આવેલા બાળકોના પુનર્વસન અને સહાય સંબંધિત વધુ વિગતો સંબંધિત બાળ કલ્યાણ સંસ્થાઓ સાથે સંકલિત કરવામાં આવી રહી છે.






