નવી શિક્ષણ નીતિ 2022 હેઠળ ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન લાગુ કરવામાં આવી રહ્યું છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે "નો સ્કૂલ બેગ ડે" ઉજવવામાં આવશે. 5 જુલાઈ 2025 થી ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે બાળકોમાં એક અલગ પ્રકારના પરિવર્તન જોવા મળશે. અભ્યાસ ઉપરાંત બાળકો નવા પ્રકારની પ્રવૃત્તિઓ શીખી શકશે.
શું છે 'નો સ્કૂલ બેગ ડે'?
આ દિવસે બાળકોને સ્કૂલ બેગ વિના શાળામાં બોલાવવામાં આવશે. પરંપરાગત અભ્યાસને બદલે, બાળકોને વિવિધ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવશે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ પ્રવૃત્તિઓમાં રમતગમત, કલા, સંગીત, નાટક, વાર્તા લેખન, લોકગીતો-નૃત્ય, ચિત્રકામ, માટીના રમકડાં બનાવવા, માસ્ક અથવા ઢીંગલી બનાવવા, કચરામાંથી હસ્તકલા બનાવવા, બાગકામ, માટીકામ, સુથારકામ, ધાતુકામ, સ્થાનિક કારીગરોને મળવા, સંગ્રહાલયો અથવા વારસા સ્થળોની મુલાકાત, વિજ્ઞાન પ્રયોગો અને જીવન કૌશલ્ય શીખવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
આ પહેલનો શું છે હેતુ?
બાળકોને પુસ્તકો અને સ્કૂલ બેગના ભારણમાંથી મુક્ત કરવા, સર્જનાત્મકતા, ટીમવર્ક, નેતૃત્વ, સંદેશાવ્યવહાર અને સમસ્યાનું નિરાકરણ જેવા 21મી સદીના કૌશલ્યો વિકસાવવા. બાળકોને સ્થાનિક સંસ્કૃતિ, પર્યાવરણ અને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડવા. બાળકોની રુચિઓ અને પ્રતિભાઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





