પહલગામ હુમલા બાદ રાજ્ય સરકાર દ્વારા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે આજે ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ઉભુ કરી બાંગ્લાદેશી નાગરિકોની મદદ કરનારા લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાન્ચે ભદ્ર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી.
મળતી માહિતી અનુસાર ઈલેટ્રિસિટી એક્ટની કલમ લાગેલી હોવાથી વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. ગેરકાયદે ભારતમાં પ્રવેશતા બાંગ્લાદેશીઓને લલ્લા બિહારી આસરાથી લઈને ધંધા સુધીનું પેકેજ આપતો હતો.સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે આરોપી ગેરકાયદે બાંધકામ કરી બાંગ્લાદેશીઓને ભાડે આપતો, આ કોણ બનાવતું, આના દસ્તાવેજ કોણ બનાવતું, કેટલું ભાડું વસૂલવામાં આવતું, આ પૈસા ક્યાં ક્યાં રોક્યા. આ સહિતના સવાલોની તપાસ આરોપીને સાથે રાખીને કરવાની છે. ઇનકમટેક્ષ જેવી માહિતી મેળવવાની છે. આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો છે. તપાસમાં રોકડ અને સોનું મળ્યું છે. આ કેસમાં અન્ય ગુનેગારોની અટક બાકી છે. આરોપીનો મોબાઇલ કબ્જે કરવાનો છે.
આરોપીના વકીલે દલીલ કરતા જણાવ્યું કે પુત્ર અને પિતાની રિમાન્ડ અરજીના સેમ ગ્રાઉન્ડ છે. કયા ડોક્યુમેન્ટના આધારે વીજ જોડાણ મેળવ્યું તે ટોરેન્ટ કંપની જણાવી શકે. બાંગ્લાદેશી નાગરિકો પોલીસની કસ્ટડીમાં છે. જેથી તેમને ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા તો તેમની પૂછપરછ કરાય. અમદાવાદ ચંડોળામાંથી માત્ર 100 બાંગ્લાદેશી મળ્યા છે. તળાવ ડેવલપ કરવામાં કોઈને કોઈ વાંધો નથી. અમે કલેકટરને લખી આપ્યું છે કે જગ્યા ખાલી કરી દઈશું. મીડિયામાં તમામ અહેવાલ આવે છે કે ચંડોળાના બનાવામાં શું શું થયું. કેટલું ભાડું આરોપી વસૂલતો તે તમામ માહિતી પોલીસ પાસે છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






